અમદાવાદમાં હવે રોબોટ પિરસશે નાસ્તો-જમવાનું; 'રોબોટ કાફે' માં ઓર્ડર પણ લેશે, સર્વ પણ કરશે, જુઓ તસવીરો

અતુલ તિવારી/અમદાવાદ: દેશના પ્રથમ રોબોટીક કાફેની અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી છે. આ કેફેમાં માણસો નહીં પણ રોબોટ જ રોબોટ જોવા મળશે. ઓર્ડર લેવાથી લઈને નાસ્તો સર્વ કરવા સુધી માટે અલગ-અલગ રોબોટ છે. મજાની વાત એ પણ છેકે, આ રોબોટ તમારા પ્રશ્નોના જવાબો પણ આપશે. 

1/8
image

વસ્ત્રાપુર ખાતે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત રોબોટીક કાફેની શરૂઆત થઈ છે. જેનું આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઉદ્ઘાટન કર્યું છે. 

2/8
image

જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં આવા કાફે છે. જ્યાં ચા, ફોફી, જ્યુસ, પાણીપુરી, ભેળપુરી રોબોટ સર્વ કરે છે. સેન્ડવીચ, પફ, સમોસા અને મેગી જેવા નાસ્તા પણ રોબોર્ટ સર્વ કરશે.  

3/8
image

રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે. કેફેનું નામ રોબોટ કેફે આપવામાં આવ્યું છે.   

4/8
image

કેફેમાં પ્રવેશતાં જ ટેબલ પર બેસીને કોઈને ઓર્ડર લખવાની જગ્યાએ બાર કોર્ડ સ્કેન કરીને ઓર્ડર આપવાનો રહેશે. 

5/8
image

ઓર્ડર આપ્યા બાદ રોબોટ સુધી ઓર્ડર પહોંચશે, ત્યારબાદ કેફેમાં રહેલી વ્યક્તિ ઓર્ડર આપેલી વસ્તુઓ મશીન દ્વારા તૈયાર કરશે, એ બાદ રોબોટ એને સર્વ કરશે.

6/8
image

રોબોટીક ફાફેમાં અલગ-અલગ 4 પ્રકારના રોબોટ મુકાયા છે. જમાં સર્વિંગ રોબોટ, ડાન્સિંગ રોબોટ, મ્યુઝિકલ રોબોટ, તેમજ કમ્યુનિકેશન કરે તેવા રોબોટ તૈયાર કરાયા છે.  

7/8
image

આકાશ ગજ્જર સહિત અન્ય 100 જેટલા એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓએ ભેગા મળીને રોબોટીક કાફે તૈયાર કર્યું છે. 

8/8
image

આગામી 3 મહિનામાં દેશભરમાં 1 હજાર જેટલા આઉટલેટ શરૂ કરવાનું તેમનો લક્ષ્યાંક છે. રોબોટ અને તમામ સુવિધાઓ માટે એક કાફે પાછળ અંદાજે 50 લાખનો ખર્ચ થયો છે.