અમદાવાદીઓને મળશે વધુ લાંબુ રિવરફ્રન્ટ, 5.8 કિમીના નવા પટ્ટાને મળી મંજૂરી

અમદાવાદીઓ માટે આ દિવાળી અનેક ગિફ્ટ લાવી છે. સી પ્લેન (sea plane) આંગણે આવીને ઉભુ થઈ ગયુ છે. ત્રણ દિવસ બાદ આ પ્લેન વિધિવત રીતે મુસાફરો માટે ઉડતુ થઈ જશે. ત્યારે હવે રિવરફ્રન્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી કિનારે બનાવાયેલ રિવરફ્રન્ટ (river front) મા હવે વધ 5.8 કિલોમીટરનો વધારો કરવામાં આવશે. તેથી હવે અમદાવાદીનો વધુ લાંબો રિવરફ્રન્ટ મળશે. જોકે, આ કામગીરીમાં અમદાવાદીઓને નવા નજરાણાં મળી રહેવાના છે. આ નવા 5.8 કિલોમીટરના પટ્ટામાં નવી સુવિધાઓ આપવામાં આવશે. 

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદીઓ માટે આ દિવાળી અનેક ગિફ્ટ લાવી છે. સી પ્લેન (sea plane) આંગણે આવીને ઉભુ થઈ ગયુ છે. ત્રણ દિવસ બાદ આ પ્લેન વિધિવત રીતે મુસાફરો માટે ઉડતુ થઈ જશે. ત્યારે હવે રિવરફ્રન્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી કિનારે બનાવાયેલ રિવરફ્રન્ટ (river front) મા હવે વધ 5.8 કિલોમીટરનો વધારો કરવામાં આવશે. તેથી હવે અમદાવાદીનો વધુ લાંબો રિવરફ્રન્ટ મળશે. જોકે, આ કામગીરીમાં અમદાવાદીઓને નવા નજરાણાં મળી રહેવાના છે. આ નવા 5.8 કિલોમીટરના પટ્ટામાં નવી સુવિધાઓ આપવામાં આવશે. 

34 કિમી થશે રિવરફ્રન્ટની લંબાઈ

1/5
image

અમદાવાદ રિવરફ્રન્ટના ફેઝ 2 ની કામગીરી માટે પ્લાનિંગ માટે મંજૂરી મળી ગઈ છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેઝ-1 અને ફેઝ 2 એમ મળીને કુલ 34 કિમીનો રિવરફ્રન્ટ હવે અમદાવાદીઓ માટે બનશે.

નવી સુવિધાઓ મળશે અમદાવાદીઓને

2/5
image

રિવરફ્રન્ટના ફેઝ 2 નું કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ સાથે જ અમદાવાદની ટ્રાફિક સમસ્યામાં પણ ઘટાડો થશે. ફેઝ 2 માં લોકોને નવા બગીચાઓ અને ફૂડ પ્લાઝા અને ચિલ્ડ્રન પ્લે એરિયા મળશે.

શું હશે આ ફેઝ 2 રિવરફ્રન્ટમાં ખાસિયતો

3/5
image

રિવરફ્રન્ટનો બીજા ફેઝ પ્લાન મંજૂર થયો છે.  રિવરફ્ન્ટ પૂર્વમાં 5.8 કિમીનો વધારો કરવામાં આવનાર છે. આ વધારો પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી થશે. રિવરફ્રન્ટ પશ્ચિમમાં 5.2 કિમીનો વધારો કરાશે. બંને બાજુની રિવરફ્રન્ટની કુલ લંબાઈ 34 કિમી થશે.

4/5
image

નવા રિવરફ્રન્ટ એરિયામાં બેરેજ કમ બ્રિજના નિર્માણ થશે. ચાંદખેડા, હાંસોલ, એરપોર્ટ માટે કનેક્ટિવિટી મળશે. તો નવા બગીચાઓ અને ચિલ્ડ્રન પ્લે એરિયાઓ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે.  

5/5
image