અમદાવાદનું કલાકાર દંપતી તમને મનગમતી ગણેશ મૂર્તિ બનાવી આપે છે, એ પણ ઈકો ફ્રેન્ડલી

Eco Friendly Ganesh સપના શર્મા/અમદાવાદ : ગણેશજીની ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું ટ્રેન્ડ અમદાવાદમાં જોવા મળ્યો છે. ગણેશ ચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસો છે ત્યારે બજારમાં અવનવા સ્વરૂપ ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનીને તૈયાર છે. અમદાવાદના મણિપુર વિસ્તારમાં રહેતા ગણેશ વંદના ગ્રુપ દ્વારા ખુબ અનોખી રીતે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગ્રુપમાં 17 જેટલાં લોકો છે જેઓ યજમાનની ઇચ્છા મુજબ હાથેથી વિઘ્નહર્તાની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિઓ માટે તેઓ પૈસા નથી લેતા પણ ગણેશ ચતુર્થીના આગલા રવિવારે સૌ સાથે મળી એક સાથે તમામ યજમાનોના ગણપતિજીની પૂજા, અને સમાજમાં સુધારાજનક વિચારોની આદાન પ્રદાન કરે છે.

પથ્થરમાંથી મૂર્તિ માટે રંગો બનાવવામાં આવે છે

1/5
image

ગણેશ વંદના પરિવાર માંથી હોલો મૂર્તિ બનાવે છે. જે એક બાદ એક માટીની પરત ચઢાવી તૈયાર થાય છે. માટી તૈયાર કરવાની પ્રોસેસ 2 મહિના પહેલા શરુ કરવામાં આવે છે. આ માટી આસપાસના તળાવોની હોય છે. વધુમાં મૂર્તિને કલર આપવા માટે પથ્થરોમાંથી જ કલર બનાવવામાં આવે છે. કલર બની શકતા હોય તેવા પથ્થરોમાથી પાવડર બનાવવામાં આવે છે અને ત્યાર બાદ તેને કલરની જેમ ઘોટી રંગ તૈયાર કરવામાં આવે છે.  

8 વર્ષથી આ રીતે ઉજવણી કરવામાં આવે છે...

2/5
image

સ્નેહા અને અશુતોષ જાની બંને જ સામાજિક અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિ છે. બંને ફિલ્ડમાં સંપર્કમાં આવ્યા, પ્રેમ થયો અને એક સાથે જીવન વિતાવવાનું નક્કી થયું. લગ્ન થયા બાદ પણ બંનેના મનમાં સમાજને કંઈક આપવાનું મન હતું. તેથી તેમણે નવી રીતે તહેવારની ઉજવણી શરુ કરી. આજે તેઓ 8 વર્ષથી વિઘ્નહર્તાની મૂર્તિ બનાવી રહ્યા છે 

3 વર્ષ ભારતની જુદી જુદી સંસ્કૃતિનો પરિચય મેળવ્યો...

3/5
image

અમદાવાદના એન્જીનીયર આસુતોષ જાની અને તેમના આર્કીટેક્ટ પત્ની સ્નેહા જાનીએ સમાજ માટે કઈંક અલગ કરવાનું વિચાર્યું. તે માટે તેમણે ત્રણ વર્ષ સુધી ભારતના 18 રાજ્યોની મુલાકાત કરી. ટ્રાયબલ એરિયામાં જઈ ત્યાંની સંસ્કૃતિનો પરિચય મેળવ્યો. રાઠવા સમાજના લોકો સાથે રહી તેમની સંસ્કૃતિ પણ સમજી અને શીખી.

4/5
image

મૂર્તિકારના જણાવ્યા મુજબ માટેની મૂર્તિ બનાવવા માટે ત્રણ અલગ અલગ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખેતરની માટી, ગંગા નદીની માટી સાથે તળાવની માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

5/5
image