Bengaluru: Aero India 2021 દ્વારા ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ, જુઓ જુસ્સો વધારનારા PHOTOS
બેંગ્લુરુ: રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એરો ઈન્ડિયા 2021 શોનું ઉદ્ધાટન કર્યું. આ વખતના શોની 13મી શ્રેણીનો શંખનાદ થયો. આ શો દર બે વર્ષે એકવાર થાય છે. જ્યાં દુનિયાભરના રક્ષાક્ષેત્રના અધિકારીઓ અને કંપનીઓનો તાલમેળ હોય છે. અહીં ડિફેન્સની ડીલ થાય છે. આ વખતનો શો ખુબ ખાસ છે. ભારતીય વાયુસેનાની તાકાત જોઈને દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાનના હાજા ગગડી જશે.
એરો ઈન્ડિયા 2021
ત્રણ દિવસનો આ એર શો પાંચ ફેબ્રુઆરી સુધી ચાલશે અને આ કાર્યક્રમમાં ભારતનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે.
એરો ઈન્ડિયા શોની 13મી એડિશન
એરો ઈન્ડિયા શો 2021 માં ભારતીય વાયુસેનાના સૂર્ય કિરણ એરોબેટિક અને સારંગ હેલિકોપ્ટરની એક ટીમે પ્રદર્શન કર્યું.
રક્ષામંત્રીએ કર્યું ઉદ્ધાટન
રક્ષામંત્રી રાજનાથ સિંહે ઔપચારિક રીતે આ શોની શરૂઆત કરતા કહ્યું કે મને વિશ્વાસ છે કે આ ત્રણ દિવસ ખુબ જ પ્રોડક્ટિવ સાબિત થશે. આ સાથે જ આ શો આત્મનિર્ભર ભારતના સપનાને વધુ તાકાત આપશે.
ભારતના વાયુવીરોનો દમ
ત્રણ દિવસના આયોજનમાં લગભગ 50 દેશોએ ભાગ લીધો છે. આયોજનમાં કોવિડ પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રખાયું છે.
દુનિયાના સૌથી ખતનાક બોમ્બર વિમાન B-1B
આ શોમાં અમેરિકાથી આવેલા દુનિયાના સૌથી ખતરનાક બોમ્બર વિમાનો B-1B લાન્સરે પણ ફ્લાય બાય કર્યું. સાઉથ ડકોટાના એલ્સવર્થ એર ફોર્સબેસના 28માં બોમ્બ વિંગનું આ લાંબા અંતરનું બોમ્બવર્ષક કોઈ પણ પ્રકારના ગાઈડેડ અને પરંપરાગત હથિયાર લઈ જવામાં સક્ષમ છે.
પાંચમી પેઢીના વિમાનની ઝલક
શોની શરૂઆતના પહેલા દિવસે એરક્રાફ્ટ્સે આત્મનિર્ભર નિર્માલમાં ફ્લાય પાસ્ટ કરી. આયોજન દરમિયાન ભારતમાં નિર્માણધીન પાંચમી પેઢીના વિમાનની એક ઝલક પણ જોવા મળી. DRDO ના જણાવ્યાં મુજબ આ મલ્ટીરોલ ફાઈટર પ્લેન હશે.
Trending Photos