નવા બની રહેલા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર અકસ્માત, સુરત પાસે કાર પલટી જતા યુવકો અંદર દબાયા
Mumbai Delhi Expess Way : મુંબઈ-દિલ્લી એક્સપ્રેસ વે પર માંગરોળના મોટી નારોલી ગામ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત.....કાર પલ્ટી મારી જતા કારમાં સવાર યુવકો દબાયા...સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢ્યા...અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં..
નિર્માધીન મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર બની અકસ્માતની ઘટના બની છે. માંગરોળના મોટી નરોલી ગામ પાસે એક્સપ્રેસ વે પર અચાનક બ્રેક મારતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કારે કાબૂ ગુમાવી દેતા કાર સીધી પલ્ટી મારી જતા કારમાં સવાર યુવકો દબાઈ ગયા હતા. કારમાં સવાર યુવકો તાપીના બુહારી ગામના વતની છે.
અકસ્માતમાં યુવકોને ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી. અકસ્માતની જાણ થતા જ નજીક ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી જઇને કારમાં દબાઈ ગયેલ યુવકોને બહાર કાઢ્યા હતા. હાલ આ એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે. અધૂરો એક્સપ્રેસ વે છે છતાં વાહનો આ રસ્તા પર ચાલી રહ્યા છે.
Trending Photos