Photos : જેણે હજી પોતાનું બાળપણ પણ જીવ્યું નથી, એ 9 વર્ષની આયુષીએ લીધી દિક્ષા

 સુરતમાં છેલ્લા કેટલાક સમયથી દિક્ષા મહોત્સવ ચાલી રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં અનેક યુવક-યુવતીઓ તથા આખેઆખા પરિવારે સાંસારિક જીવન ત્યજીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આજે એક ભવ્ય ત્રિવેણી દિક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક 9 વર્ષની બાળકીની દીક્ષા આકર્ષણનું કેન્દ્ગ બની હતી. બાળકી સાથે અન્ય બે યુવતીઓ દ્વારા પણ દિશ્રા ગ્રહણ કરવામાં આવી હતી.

ચેતન પટેલ/સુરત : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી દિક્ષા મહોત્સવ ચાલી રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં અનેક યુવક-યુવતીઓ તથા આખેઆખા પરિવારે સાંસારિક જીવન ત્યજીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આજે એક ભવ્ય ત્રિવેણી દિક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક 9 વર્ષની બાળકીની દીક્ષા આકર્ષણનું કેન્દ્ગ બની હતી. બાળકી સાથે અન્ય બે યુવતીઓ દ્વારા પણ દિશ્રા ગ્રહણ કરવામાં આવી હતી.

1/2
image

સુરત શહેર હવે દિક્ષા નગરી તરીકે પણ પરિચિત થઇ ગયું છે. સુરત શહેરમાં જૈન શાસનો દ્વારા સુરત ઉપરાંત અન્ય શહેરો અને રાજ્યોમાંથી મુમુક્ષો દિક્ષા લેવા માટે આવે છે. એવીજ એક ત્રિવેણી દિક્ષા આજે સંપન્ન થઇ હતી. અમદાવાદની એક અને પુણેની બે મુમુક્ષોની દિક્ષા આજે થઈ હતી. ખૂબ જ વિશાળા મંડપમાં તમામને દિક્ષા આપવામાં આવી હતી. જેમાં 9 વર્ષની આયુષી પણ હતી, જે પૂણેની રહેવાસી છે. તે ત્યાંના જ આશ્રમમા રહી અભ્યાસ કરતી હતી. આયુષીએ બીજા ધોરણથી અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે. એક વર્ષ પહેલા તે ઉપધાનમા જોડાઈ ત્યારે તેણીએ મન બનાવી દીધું હતું કે, તેને પણ દિક્ષા લઇ સંયમના માર્ગ પર જવુ છે. આજે તેનું આ સપનુ સફળ થયું હતું.

2/2
image

સમગ્ર દિક્ષા મહોત્સવમાં આયુષી દિક્ષા લેનારી સૌથી નાની ઉંમરની હતી. જ્યારે અન્ય બે યુવતી અંજલી અને આજ્ઞાએ પણ દિક્ષા લઇને સંસારને ત્યાગીને સંયમનો મા્ર્ગ આપનાવ્યો હતો. આજ્ઞા કુમારી બનાસકાઠામાં રહી ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે તેમના પિતા પ્લાસ્ટિકની દુકાન ધરાવે છે. ત્રણ વર્ષ પહેલા આજ્ઞા મહારાજશાના સંપર્કમા આવી હતી. ત્યાર બાદ તેણીને અંદરથી થયુ કે પ્રભુ તેના પર પણ કૃપા કરે કે પોતે દિક્ષા લઇ શકે. ત્યારબાદ તેણીએ જીવનનું કડવુ સત્ય સમજી અને દિક્ષા લેવાનો દઢ નિશ્ચય કર્યો હતો. 

ત્રીજી દિક્ષાર્થીનુ નામ છે અંજલીકુમારી. અમદાવાદની અંજલીકુમારી ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. અંજલીકુમારી ત્રણ વર્ષ પહેલા ઉપધાન અર્થે ગઇ હતી. જ્યા મહારાજશાની જીવનશૈલી જોઇ પોતે પણ દિક્ષા લેવાનુ મનન બનાવી દીધુ હતુ. અંજલીના પિતા કરીયાણાની દુકાન ધરાવે છે. અંજલિ મહારાજશાના સંપર્કમા આવતા જ જૈન સાધ્વીનુ જીવન જાણી હતી. તેને અંદરથી થઇ ગયુ હતુ કે દિક્ષા બાદ તેને જલ્દીથી મોક્ષ મળશે અને મોજશોખમા ફકત કર્મ જ બંધાય છે જે તમને દુર્ગતી બાંધી રાખે છે.