Health Tips: આ 6 અનાજના લોટની રોટલી ખાવાથી શરીર થાય છે લોખંડ જેવું મજબૂત

Health Tips: મોટાભાગે દરેક ઘરમાં ઘઉંના લોટની રોટલી જ બનતી હોય છે. પરંતુ ઘઉંના લોટની સાથે અન્ય 6 અનાજ પણ છે જેના લોટની રોટલી શરીરને ફાયદો કરે છે. ઘઉં સહિત આ અનાજના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી શરીર મજબૂત થાય છે અને સાથે જ શરીરમાં જો પ્રોટીન, આયરન જેવા પોષક તત્વોની ઉણપ હોય તો તે પણ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ એવા 6 અનાજ વિશે જેની રોટલી તમને નિરોગી બનાવી શકે છે. 

1/7
image

સત્તુ

2/7
image

ગરમીના દિવસોમાં સત્તુના લોટની રોટલી ખાવાથી પેટ શાંત થાય છે અને લુ થી પણ બચાવ થાય છે. સત્તુ ખાવાથી હાડકા અને સ્નાયુ મજબૂત થાય છે. સત્તુના લોટમાંથી રોટલી બનાવવી હોય તો તેમાં અજમો પણ ઉમેરી દેવો. 

જુવાર

3/7
image

જુવારના લોટમાંથી રોટલી બનાવીને ખાવી પણ સ્વાસ્થ્યવર્ધક સાબિત થાય છે. જુવારના લોટમાંથી સરળતાથી રોટલી બનાવી હોય તો હૂંફાળા પાણીથી લોટ બાંધવો અને 10 મિનિટ સુધી લોટને ઢાંકીને રાખી દેવો ત્યાર પછી રોટલી બનાવશો તો સરળતાથી બનશે. 

ઘઉં 

4/7
image

ઘઉંના લોટનો ઉપયોગ રોજ કરવામાં આવે છે. ઘઉંના લોટનો રોટલી ખાવાથી શરીરને અને ત્વચાને ફાયદો થાય છે. 

બાજરો

5/7
image

બાજરાનો લોટ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જે લોકોને વજન અને બ્લડ સુગર સંબંધિત સમસ્યા હોય તેમણે બાજરાના લોટની રોટલી ખાવી જોઈએ. તેનાથી શરીરને પ્રોટીન અને અન્ય પોષક તત્વો મળે છે. 

જવ

6/7
image

જવના લોટમાંથી બનેલી રોટલી પણ શરીરને શક્તિ આપે છે. આ રોટલી પાચનશક્તિને સુધારે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે જે પેટ સાફ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યા થતી નથી.

7/7
image