Famous Ganesh Temple:આ છે દેશના પ્રખ્યાત ગણેશ મંદિર, દર્શન કરવા માત્રથી મનોકામના થઈ જાય પુરી, જુઓ Photos

Famous Ganesh Temple In India: હિન્દુ ધર્મમાં બધા જ દેવી-દેવતામાં પ્રથમ પૂજ્ય સ્થાન ભગવાન ગણેશને પ્રાપ્ત છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા સ્વરૂપમાં પણ પૂજવામાં આવે છે. આજે તમને ભારતમાં આવેલા ભગવાન ગણેશના પાંચ એવા મંદિર વિશે જણાવીએ જેના વિશે માનવામાં આવે છે કે ભક્તો આ મંદિરે એકવાર દર્શન કરે તો પણ તેના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય અને મનોકામના પૂર્ણ થાય. 

સિદ્ધિવિનાયક મંદિર

1/6
image

ભગવાન ગણેશનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર સિદ્ધિવિનાયક મંદિર મુંબઈમાં આવેલું છે. અહીં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા પહોંચે છે. આ મંદિર 1801 માં બનાવવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે અહીં દર્શન કરનાર ભક્તોની ઈચ્છા અચૂક પૂરી થાય છે.

ઉચ્ચી પિલ્લ્યાર કોઈલ મંદિર 

2/6
image

ભગવાન ગણેશને સમર્પિત આ મંદિર તમિલનાડુના તિરુચીરાપલ્લીમાં છે. આ મંદિર 272 ફૂટ ઊંચા પર્વત પર આવેલું છે. આ મંદિર વિશે પણ માન્યતા છે કે અહીં દર્શન કરવા આવનાર ભક્ત ક્યારેય ખાલી હાથ પરત ફરતો નથી.

ચિત્તૂરનું કનિપકમ મંદિર

3/6
image

આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થાપિત છે. આ મંદિરનું નિર્માણ કુલોતુંગ ચોલા દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં દુર દુરથી લોકો દર્શન કરવા આવે છે. 

રણથંભોરનું ગણેશ મંદિર

4/6
image

વિશ્વભરમાંથી લોકો આ ગણેશ મંદિરમાં દર્શન કરવા આવે છે. આ મંદિરમાં ભગવાનના ત્રિનેત્ર સ્વરુપના દર્શન થાય છે. ગણેશ ચતુર્થી પર અહીં ભવ્ય મેળો ભરાય છે. 

શ્રીમંત દગડૂશેઠ હલવાઈ મંદિર

5/6
image

મહારાષ્ટ્રમાં સિદ્ધિવિનાયક મંદિર સિવાય પૂણેમાં શ્રીમંત દગડૂશેઠ હલવાઈ મંદિર પણ પ્રખ્યાત છે. આ મંદિરનું નિર્માણ 1893 માં થયું હતું. આ મંદિરે દર્શન કરનાર વ્યક્તિને દરેક મનોકામના પૂર્ણ થાય છે. 

6/6
image