IRCTC Tour Package: રામલલાની સાથે 3 જ્યોર્તિલિંગના દર્શન, ગુજરાતથી ઉપડશે રેલવેની સ્પેશિયલ ટૂર

જ્યોતિર્લિંગના દર્શન કરવાનું દરેકનું સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ વિચારે છે કે આ જીવનમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ. IRCTC જ્યોતિર્લિંગના દર્શન માટે સસ્તું પેકેજ લાવ્યું છે.
 

IRCTC Tour Package: રામલલાની સાથે 3 જ્યોર્તિલિંગના દર્શન, ગુજરાતથી ઉપડશે રેલવેની સ્પેશિયલ ટૂર

નવી દિલ્હીઃ 12 જ્યોતિર્લિંગોના દર્શન કરવાનું દરેકનું સપનું હોય છે. ભારતીય રેલવે ઈન્ડિયન રેલવે ટૂરિઝ્મ એન્ડ કેટરિંગ કોર્પોરેશન (IRCTC)હંમેશા પોતાના યાત્રીકો માટે શાનદાર ટૂર પેકેજ લાવતું રહે છે. તેમાં વેકેશન પ્લાન્સથી લઈને ધાર્મિક સ્થળ સામેલ હોય છે. આ કડીમાં આઈઆરસીટીસીએ યાત્રીકો માયે અયોધ્યા ધામથી લઈને નાસિક, વારાણસી સહિત ઘણા ધાર્મિક સ્થળોના દર્શનનું એક શાનદાર પેકેજ લોન્ચ કર્યું છે. ખાસ વાત છે કે આ પેકેજ દ્વારા તમે રામ જન્મભૂમિની સાથે-સાથે 3 જ્યોતિર્લિંગો- કાશી વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ત્ર્યંબકેશ્વરના દર્શનની પણ તક મળશે. 

કયાં-કયાં થશે દર્શન
આ 9 રાત અને 10 દિવસનું રેલ ટૂર પેકેજનું આયોજન 5 ફેબ્રુઆરી 2024થી થશે. આ પેકેજ રાજકોટથી શરૂ થશે. આ પેકેજના માધ્યમથી તમે અયોધ્યા, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકૂટ, વારાણસી, ઉજ્જૈન અને નાસિકનો પ્રવાસ કરી શકો છો. પેકેજમાં યાત્રીઓને રાઉન્ડ ટ્રિપ રેલ ટિકિટ, આવાસ અને નાસ્તો, બપોરે અને રાતનું ભોજન આપવામાં આવશે. યાત્રી રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોડ, મેધનગર, રતલામથી ટ્રેનમાં સવાર થઈ શકે છે.

પેકેજ નામ
શ્રી રામ જન્મભૂમિ - અયોધ્યા, પ્રયાગરાજ અને 03 જ્યોતિર્લિંગ
દર્શન યાત્રાના સ્થળો - અયોધ્યા, પ્રયાગરાજ, શૃંગવરપુર, ચિત્રકૂટ, વારાણસી, ઉજ્જૈન અને નાસિક.
પ્રસ્થાન તારીખ – 5 ફેબ્રુઆરી, 2024
ભોજન યોજના - નાસ્તો, લંચ અને રાત્રિભોજન
પ્રવાસનો સમયગાળો - 10 દિવસ / 9 રાત
મુસાફરીની રીત - ટ્રેન વર્ગો - ઇકોનોમી (સ્લીપર), કમ્ફર્ટ (3 જી એસી) અને સુપિરિયર (2 જી એસી).

ક્યાંથી કરશો બુકિંગ
આ પેકેજ માટે ભાડું યાત્રી દ્વારા નક્કી ક્લાસ અનુસાર હશે. પેકેજ શરૂ થશે Rs 20,500 પ્રતિ વ્યક્તિથી. ઈકોનોમી (સ્લીપર) ક્લાસમાં પ્રતિ વ્યક્તિનો ખર્ચ Rs 20,500 છે. થર્ડ એસી (કમ્ફર્ટ) ક્લાસનો ખર્ચ પ્રતિ વ્યક્તિ Rs 33,000 છે. જ્યારે સુપીરિયર (સેકેન્ડ એસી) ક્લાસનો પ્રતિ વ્યક્તિ ખર્ચ Rs 46,000 છે. આ પેકેજને તમે આઈઆરસીટીસીની વેબસાઇટ irctctourism.com પરથી બુક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news