કેમ સોના-ચાંદી કરતા પણ મોંઘું છે ગધેડીનું દૂધ? મિસ્રની રાણી આ દૂધથી કરતી હતી એવું કામ...

Benefits Of Donkey's Milk: મોટાભાગના લોકો માને છે કે ગધેડાનો ઉપયોગ ફક્ત ભાર વહન કરવા માટે જ થઈ શકે છે. પરંતુ ગધેડીના દૂધના ફાયદા જાણીને તમને નવાઈ લાગશે.

કેમ સોના-ચાંદી કરતા પણ મોંઘું છે ગધેડીનું દૂધ? મિસ્રની રાણી આ દૂધથી કરતી હતી એવું કામ...

નવી દિલ્હી: તમે રોજિંદા વપરાશ માટે સરેરાશ 50 રૂપિયા પ્રતિ લિટરના ભાવે દૂધ (Milk) ખરીદતા હશો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દૂધની કિંમત હજારો રૂપિયા પ્રતિ લિટર હોઈ શકે છે? હા આ વાત સાચી છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગધેડીના દૂધ (Milk Of Donkey) નું વેચાણ થાય છે. આ સમાચારમાં જાણો કે આખરે ગધેડીનું દૂધ આટલું મોંઘું કેમ?

ગધેડીનું દૂધ ખૂબ જ ફાયદાકારક
રિપોર્ટ અનુસાર ગધેડીના દૂધનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવવામાં થાય છે. ગધેડીના દૂધમાં કોષોને સાજા કરવાના અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે. એવું કહેવાય છે કે પ્રાચીન મિસ્રની રાણી ક્લિયોપેટ્રા ગધેડીના દૂધમાં સ્નાન કરતી હતી. તે પોતાની ત્વચાને ચમકદાર રાખવા માટે આવું કરતી હતી.

આ લોકો માટે ગધેડીનું દૂધ ફાયદાકારક
જે લોકોને ગાય કે ભેંસના દૂધની એલર્જી હોય, નિષ્ણાતો તેમને ગધેડીનું દૂધ પીવાની સલાહ આપે છે. રિપોર્ટ અનુસાર ગધેડીનું દૂધ માનવ દૂધ જેવું છે. ગધેડીના દૂધમાં ચરબી અને પ્રોટીન ઓછું હોય છે. જો કે, તેમાં લેક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે. જાણી લો કે ગધેડીનું દૂધ ઝડપથી ફાટી જાય છે પરંતુ તેમાંથી પનીર બનાવી શકાતું નથી.

ગધેડીના દૂધની આ છે ગુણવત્તા
નિષ્ણાતોના મતે ગધેડીના દૂધમાં બે વિશેષ ગુણ હોય છે. પ્રથમ ગધેડીનું દૂધ સ્ત્રીના દૂધ જેવું હોય છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજિંગ અને રિજનરેટીંગ કમ્પાઉન્ડ હોય છે. તેનાથી ત્વચા કોમળ રહે છે. ગધેડીના દૂધનો ઉપયોગ ક્રીમ, મોઇશ્ચરાઇઝર અને સાબુ વગેરે બનાવવામાં થાય છે. ઘણી જગ્યાએ ગધેડીના દૂધમાંથી બનેલી બ્યુટી પ્રોડક્ટ્સની માંગ વધારે છે.

ગધેડાનો ઉપયોગ મોટાભાગે ભાર વહન કરવા માટે થાય છે, પરંતુ ગધેડીના દૂધની આ વિશેષતાઓ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news