Holi 2023: ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ, વટ પડશે

Holi 2023: ભલે ડ્રેસ કોડ જરૂરી ના હોય, પરંતુ હવે લોકો જૂના કપડામાં હોળી નથી રમતા. શું તમે પણ આ હોળીના ઉત્સવના લુક સાથે લોકોની નજરમાં પડવા માંગો છો? તમને કેટલીક ફેશન ટિપ્સ જણાવીએ.

Holi 2023: ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ, વટ પડશે

holi celebration in society: આજે પણ ભારતમાં હોળી માટે વર્ષો જૂની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. આ દિવસે પકોડા અને ગુજિયા ખાવાથી લઈને જૂના કપડાં પહેરવા સુધીની પરંપરા હજુ પણ ચાલે છે. પરંતુ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. હવે લોકો હોળી પર ફેશન ટિપ્સ ફોલો કરવાનું પસંદ કરે છે. સોસાયટીમાં રહેતા લોકો ડ્રેસ કોડથી લઈને ખાસ કાર્યક્રમોનું આયોજન કરે છે.

ભલે ડ્રેસ કોડ જરૂરી ના હોય, પરંતુ હવે લોકો જૂના કપડામાં હોળી નથી રમતા. શું તમે પણ આ હોળીના ઉત્સવના લુક સાથે લોકોની નજરમાં પડવા માંગો છો? તમને કેટલીક ફેશન ટિપ્સ જણાવીએ.

આવી રીતે દેખાવો સ્ટાઈલીશ
હોળીના દિવસે, જો તમે અલગ લુક માંગતા હોવ અથવા સ્ટાઇલિશ દેખાવા માગતા હોવ, તો તમારે તમારા જમ્પસૂટ પર એમ્બ્રોઇડરી કરેલું હાફ જેકેટ રાખવું જોઈએ. સફેદ ટી-શર્ટ પર ડેનિમ શોર્ટ્સનો લુક પણ તમને આકર્ષક બનાવી શકે છે. આ રીતે ડ્રેસિંગ કરવાથી તમે સ્ટાઇલિશ અને સ્માર્ટ બંને દેખાશો.

એથનિક લુક
એથનિક લુક માટે તમારે હોળી પર સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. રંગીન દુપટ્ટા સાથે સફેદ કપડા પર સારી રીતે સૂટ કરે છે. તમે ચિકંકારી, સલવાર કમીઝ, શરારા અને સફેદ સાડી પણ પહેરી શકો છો. સફેદ કુર્તી પર મલ્ટી રંગીન હાફ જેકેટ દેખાવમાં ચાર્મ ઉમેરવાનું કામ કરશે.

આ પણ વાંચો: Malaika Bedroom Secrets: Arjun Kapoor બેડમાં મારી ઉપર આવી જાય છે અને પછી સવાર સુધી..
આ પણ વાંચો: ભારતમાં આ મર્ડર મિસ્ટ્રી પર બની જરજસ્ત હિન્દી ફિલ્મો, કરી તાબડતોડ કમાણી
આ પણ વાંચો:
 ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા, જાણો કઈ રીતે વધારી શકો છો તમારી ભૂખ
​આ પણ વાંચો:  પુરૂષો અને સ્ત્રીઓએ દરરોજ કેટલું પીવું જોઇએ પાણી, શુગર લેવલને કરે છે કંટ્રોલ

પુરૂષો માટે ફેશન ટિપ્સ
પુરુષો કે યુવકો હોળી દરમિયાન ગ્રાફિક ટી-શર્ટ પહેરી શકે છે. તે ટ્રેન્ડમાં છે અને ઉજવણી માટે પણ યોગ્ય છે. ડેનિમ જીન્સ સફેદ ટી-શર્ટ પર સુંદર લાગે છે અને તમે તેને પહેરીને હોળીના વાઈબ્સને મિક્સ કરી શક્શો. છોકરાઓ આ દિવસે સફેદ કુર્તા અને પાયજામા પહેરી શકે છે, પણ હા, સનગ્લાસ પહેરવાનું ભૂલશો નહીં.

પગરખા
આઉટફિટની સાથે ફૂટવેરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એવા જૂતા પસંદ કરો જે આરામદાયક હોય અને જે લપસે નહીં. હોળી રમતી વખતે ચપ્પલ કે અન્ય વસ્તુઓ પહેરવાથી નુકસાન થવાનો ભય રહે છે. આ સાથે હેરસ્ટાઈલ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news