Money Plants: મની પ્લાન્ટમાં પાણી નાંખતા આ એક કામ કરશો તો ન્યાલ થઈ જશો!

લોકો તેમના ઘરને સુંદર બનાવવા માટે ઘણી બધી નવી વસ્તુઓ કરતા રહે છે. જેથી તેમનું ઘર અલગ અને સુંદર દેખાય. કેટલાક લોકો વાસ્તુની ખામીને દૂર કરવા અને ઘરની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના છોડ રોપતા રહે છે. આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે. આ સિવાય ઘરની પ્રગતિમાં પણ ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો આ છોડની વિશેષતા વિશે પહેલાથી જાણતા હશે. આ છોડનું નામ છે મની પ્લાન્ટ.
Money Plants: મની પ્લાન્ટમાં પાણી નાંખતા આ એક કામ કરશો તો ન્યાલ થઈ જશો!

Vastu Tips: લોકો તેમના ઘરને સુંદર બનાવવા માટે ઘણી બધી નવી વસ્તુઓ કરતા રહે છે. જેથી તેમનું ઘર અલગ અને સુંદર દેખાય. કેટલાક લોકો વાસ્તુની ખામીને દૂર કરવા અને ઘરની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના છોડ રોપતા રહે છે. આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે. આ સિવાય ઘરની પ્રગતિમાં પણ ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો આ છોડની વિશેષતા વિશે પહેલાથી જાણતા હશે. આ છોડનું નામ છે મની પ્લાન્ટ.

મની પ્લાન્ટની યોગ્ય દિશા ધન ભંડાર વધારે છે-
એવુ કહેવામાં આવે છે કે ઘરમાં આ છોડને લગાવવાથી અનેક પ્રકારની વાસ્તુ ખામી દૂર થાય છે. આ છોડને ઘરમાં ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. કેટલાક લોકો મની પ્લાન્ટને ઘરના કોઈપણ ખૂણામાં મૂકે છે, જે ખોટું છે.

તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને ઘરમાં રાખવા માટે કેટલાક વિશેષ નિયમો દર્શાવવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને ઘરમાં લગાવશો તો, તમારા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવશે.

તો ચાલો જાણીએ તેના નિયમો વિશે-
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અગ્નિ દિશામાં મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ દિશામાં છોડને રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે અને સાથે સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ફાયદો થાય છે.
 
ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દક્ષિણ-પૂર્વ દિશા ભગવાન ગણેશની દિશા છે. આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરની સંપત્તિમાં વધારો થાય છે.
 
મની પ્લાન્ટને ક્યારેય ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ન મૂકવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે દેવગુરુ બૃહસ્પતિ આ દિશામાં રહે છે, જે એકબીજાના વિરોધી છે. આ કારણોસર, મની પ્લાન્ટને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ન મૂકવો જોઈએ. આ દિશામાં તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે અને ઘરમાં અશુભ વસ્તુઓ થતી રહે છે.
 
મની પ્લાન્ટને પૂર્વ-પશ્ચિમ દિશામાં ભૂલથી પણ ન મૂકવો જોઈએ. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરના સભ્યો માનસિક તણાવમાં રહે છે. જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મની પ્લાન્ટની વેલ જમીનને સ્પર્શ ન કરે. જો આમ થાય છે, તો ખૂબ જ ખરાબ સંકેત છે. આવી સ્થિતિમાં ઘરની ખુશહાલી અને સમૃદ્ધિમાં સમસ્યા આવે છે.
 
તમે કોઈપણ દોરડા અથવા લાકડીની મદદથી મની પ્લાન્ટને બાંધી શકો છો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને ભાગ્યમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટને પાણી આપતી વખતે, તેમાં થોડુ દૂધ ઉમેરવામાં આવે છે. આમ કરવાથી સંપત્તિમાં વધારો થાય છે. રવિવારના દિવસે મની પ્લાન્ટને પાણી વગેરે ન આપવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news