Glowing Skin: અઠવાડિયામાં એકવાર આ 4 માંથી કોઈ 1 વસ્તુથી ત્વચાનું કરો ડીપ ક્લિનિંગ, લોકો પુછવા આવશે સુંદરતાનું સીક્રેટ

Glowing Skin: આજે તમને ઘરમાં રહેલા જ હોમમેડ ક્લીઝર વિશે જણાવીએ. આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ત્વચાને અંદરથી સાફ કરી શકો છો. આ વસ્તુઓ ત્વચાને સાફ રાખવાની સાથે ગ્લોઈંગ અને સુંદર પણ બનાવે છે. 

Glowing Skin: અઠવાડિયામાં એકવાર આ 4 માંથી કોઈ 1 વસ્તુથી ત્વચાનું કરો ડીપ ક્લિનિંગ, લોકો પુછવા આવશે સુંદરતાનું સીક્રેટ

Glowing Skin: દરેક વ્યક્તિ વધતી ઉંમરે પણ સુંદર દેખાવા માંગે છે. સુંદરતા આત્મવિશ્વાસ પણ વધારે છે. પરંતુ સુંદર દેખાવું હોય તો ફક્ત મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરી લેવો પૂરતું નથી. તેના માટે ત્વચાની સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. ત્વચાની સફાઈ ઉપરથી તો રોજ થતી હોય છે પરંતુ થોડા થોડા દિવસે ચહેરાનું ડીપ ક્લિનિંગ કરવું જરૂરી છે. ત્વચા જો અંદરથી સાફ હશે તો ચહેરા પર કુદરતી ગ્લો દેખાશે. ત્યાર પછી કોઈપણ પ્રકારના મેકઅપ વિના પણ તમારી ત્વચા સુંદર દેખાશે. આજે તમને ઘરમાં રહેલા જ હોમમેડ ક્લીઝર વિશે જણાવીએ. આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ત્વચાને અંદરથી સાફ કરી શકો છો. આ વસ્તુઓ ત્વચાને સાફ રાખવાની સાથે ગ્લોઈંગ અને સુંદર પણ બનાવે છે. 

ચણાનો લોટ 

ચણાના લોટનો ઉપયોગ વર્ષોથી ત્વચાની સંભાળમાં કરવામાં આવે છે. ચણાનો લોટ પ્રાકૃતિક ગુણથી ભરપૂર હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. ચણાના લોટનો ઉપયોગ કરીને ત્વચાને અંદરથી સાફ પણ કરી શકાય છે. તેના માટે ચણાના લોટમાં દૂધ મિક્સ કરો અને આ પેસ્ટને દસ મિનિટ માટે ચેહરા પર લગાડો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. દસ મિનિટમાં જ તમને સ્કિનમાં ફરક દેખાવા લાગશે. 

મધ

મધ પણ ત્વચા માટે લાભદાયક છે. મધનો ઉપયોગ ક્લીનઝર તરીકે કરી શકાય છે. તેનાથી ખીલ અને ડાઘ પણ દૂર થાય છે. તેના માટે એક ચમચી મધને ચહેરા પર સારી રીતે અપ્લાય કરો. દસ મિનિટ પછી હળવા હાથે મસાજ કરી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. 

દહીં 

દહીં એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. ત્વચા સંબંધિત સમસ્યા હોય તો દહીં લાભદાયક સાબિત થાય છે. જે લોકોની સ્કીન ઓઈલી હોય તેમણે ત્વચાને સાફ કરવા માટે દહીંનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ડેડ સ્કીન સેલ્સ પણ નીકળી જાય છે અને ત્વચા સોફ્ટ અને સુંદર બને છે. તેના માટે એક વાટકીમાં દહીં લઈ તેને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. 10 થી 15 મિનિટ પછી ચહેરા પર ભીના હાથે મસાજ કરી ચહેરાને સાફ કરી લો. 

ટમેટું 

ટમેટુ સૌથી બેસ્ટ ક્લિન્ઝર સાબિત થાય છે. ટમેટા ડેડસ્કીનને હટાવે છે. ક્લિનઝર તરીકે ઉપયોગ કરવો હોય તો ટમેટાના બે ટુકડા કરો અને એક ટુકડા પર થોડી ખાંડ નાખી અને ચહેરા પર મસાજ કરો. તેનાથી ડેડ સ્કીન સાફ થઈ જશે અને ત્વચાનું ડીપ ક્લિનિંગ પણ થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news