રાત્રે નથી મળતી પુરતી ઉંઘ, આ સરળ ઉપાયથી થશે સમસ્યાનું સમાધાન
Trending Photos
નવી દિલ્લીઃ ગરમીની સિઝન ચાલે છે. એમાં પણ જો કોઈ વ્યક્તિને પૂરતી ઠંડક ન મળે તો તેને બરાબર ઉંઘ આવતી નથી, જે સ્વાભાવિક છે. આ સિવાય પણ ઘણા કારણો છે જેને કારણે લોકોને અનિંદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે. પુરતી ઉંઘ ન થતી હોવાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. અનિંદ્રાને કારણે સ્થૂળતા, હૃદય સંબંધિત સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. નિંદર કરવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખા આજમાવતા હોય છે, પરંતુ આ અહેવાલમાં કેટલીક કુદરતી ટિપ્સ વિશે વાત કરવામાં આવશે જેથી લોકોની ઉંઘવાની આદતમાં સુધાર થશે.
ઘણા એસેન્શિયલ ઓઈલ છે એવા છે જે તમને આરામ કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે રાત્રે સૂતા પહેલા રૂમમાં ડિફ્યુઝરમાં એસેન્શિયલ ઓઈલ રાખી શકો છો. આથી તમારું ચિંતાનું સ્તર ઓછું થશે અને મૂડ પણ સારો રહેશેય સાથે જ તે તમને ઉંઘમાં પણ મદદરૂપ થશે. તમે લેવેન્ડર તેલનો ઉપયોગ કરી શકો છો. ફોનનો રાખો દૂર-
મોટા ભાગના યુવાનો આજકાલ મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. મોબાઈલની સ્ક્રિનમાંથી નીકળતી બ્લુ લાઈટ આંખોને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે રાત્રે ઉંઘ આવવામાં વિલંબ થાય છે. બીજા દિવસે સવારે જાગતા સમયે લોકોની આંખોમાં પણ બળતરા થતી હોય છે. નિષ્ણાતોના મતે રાત્રે સુતી વખતે મોબાઈલને એક કલાક પહેલા ઉપયોગ કરવો ન જોઈએ. સાથે જ ફોનને પથારીથી દૂર રાખવો જોઈએ. પુસ્તક વાંચન કરો-
રાત્રે સુતા પહેલા જો કોઈ સારી પુસ્તકનું વાંચન કરવામાં આવે તો લોકોને સારી ઉંઘ આવી શકે છે. જો કે ધ્યાન એ રાખવાનું છે કે લોકો મોબાઈલમાં અથવા કોઈ ટેબ્લેટમાં બુક ન વાંચે. આ કરવાથી બુક વાંચનનો કોઈ પણ પ્રકારનો ફાયદો થશે નહીં. ઉલટાનું આંખોને વધુ નુકસાન થશે. વરસાદ અને સમુદ્રની લહેરોનો અવાજ સાંભળો-
ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે તમે એવી જગ્યા પર જાઓ છો જ્યાં દરિયાની લહેરો સંભળાતી હોય અથવા વરસાદ પડી રહ્યો હોય તો તે જગ્યાએ એકદમ સારી ઉંઘ આવે છે. પરંતુ જો તમને ઉંઘ ન આવે તો તમે દરરોજ આવી જગ્યાએ જઈ શકતા નથી. આ માટે સૂતા પહેલા યુટ્યુબ પર વરસાદનો અવાજ અથવા સમુદ્રના મોજાનો અવાજ સાંભળી શકો છો. આ અવાજો તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. નાઈટ ડ્રેસ પહેરી ઉંઘવું-
ઘણા લોકો રાત્રીના પણ ટાઈટ જીન્સ અને ટી-શર્ટ પહેરી સુઈ જાય છે. આ કારણે તેમના શરીરનું તાપમાન તો વધે જ છે પણ તેની સાથે તેમની કિંમતી ઉંઘ પણ બરબાદ થઈ જાય છે. રાત્રીના કોટનના કપડા પહેરી સુવુ જોઈએ જેથી શરીરને આરામ મળે અને ઉંઘની ક્વોલિટીમાં પણ સુધાર આવે.
સેટ કરો રૂમનું તાપમાન-
સુતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારા રૂમનું તાપમાન ન તો એટલું ઠંડુ હોય કે ન તો એટલું ગરમ હોય કે તમને ગરમીનો અનુભવ કરાવે. આવી સ્થિતિમાં, રૂમનું તાપમાન મધ્યમ રાખવું જોઈએ. જેથી કરીને રાત્રે તમારી ઉંઘમાં ખલેલ ન પડે.
ફુટ મસાજ-
સારી ઉંઘ માટે, રાત્રે સુતા પહેલા પગના મસાજ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માલિશ કરતી વખતે તમે કેમોમાઈલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. કેમોમાઈલ તેલથી માલિશ કરવાથી તમને આરામનો અનુભવ થશે, જે તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે