સાબુ ભલે કોઈ પણ રંગનો હોય પણ કેમ હંમેશા સફેદ રંગનું જ હોય છે ફીણ? વિચારો નહીં વાંચી લો

ઘણીવાર આપણી આસ-પાસ એવી ઘણી ચીજવસ્તુઓ હોય છેકે, જે ખુબ સામાન્ય લાગે છે. પણ જો તેના વિશે વિચાર કરવા બેસો તો મગજ પણ ગોથે ચઢી જાય છે. આવું જ કંઈક આ આર્ટિકલમાં પણ જણાવવામાં આવ્યું છે. અહીં કહેવામાં આવ્યું છેકે, શું તમે જાણો છો કે સાબુ ભલે કોઈ પણ રંગનો હોય પણ તેનું ફીણ હંમેશા સફેદ જ કેમ હોય છે?

સાબુ ભલે કોઈ પણ રંગનો હોય પણ કેમ હંમેશા સફેદ રંગનું જ હોય છે ફીણ? વિચારો નહીં વાંચી લો

નવી દિલ્લીઃ ઘણીવાર આપણી આસ-પાસ એવી ઘણી ચીજવસ્તુઓ હોય છેકે, જે ખુબ સામાન્ય લાગે છે. પણ જો તેના વિશે વિચાર કરવા બેસો તો મગજ પણ ગોથે ચઢી જાય છે. આવું જ કંઈક આ આર્ટિકલમાં પણ જણાવવામાં આવ્યું છે. અહીં કહેવામાં આવ્યું છેકે, શું તમે જાણો છો કે સાબુ ભલે કોઈ પણ રંગનો હોય પણ તેનું ફીણ હંમેશા સફેદ જ કેમ હોય છે? રંગીન સાબુ હોય તો તેનું ફીણ રંગીન કેમ નથી હોતું? દરેક લોકો સાબુનો ઉપયોગ કરે છે પરંતુ તમે ક્યારેય એ વિચાર કર્યો છે કે સાબુ કોઈ પણ રંગનો હોય તો પણ ફીણ કેમ સફેદ રંગનું જ થાય છે. આ રોચક સવાલનો જવાબ જાણવા માટે તમારે કોઈ લેબમાં જવાની જરૂર નથી, બસ આ આર્ટિકલ વાંચી લો તમને જવાબ મળી જશે.સફેદ રંગનું કેમ થાય છે ફીણ?
ક્યારેક તમારા દિમાગમાં આવ્યું હશે કે સાબુ જે રંગનો છે તે રંગનું ફીણ કેમ થતું નથી? આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે.ફીણ બનવાથી ખોવાઈ જાય છે રંગ-
વિજ્ઞાનનું કહેવું છે કે કોઈ પણ વસ્તુનો કોઈ રંગ હોતો નથી. કોઈ પણ વસ્તુ રંગીન દેખાય તેની પાછળનું કારણ પ્રકાશનું કિરણ હોય છે.જાણો વૈજ્ઞાનિક કારણ-
જો કોઈ વસ્તુ પ્રકાશના કિરણોને અવશોષિત કરી દે છે તો એ વસ્તુ કાળી દેખાય છે. બીજી તરફ જો કોઈ વસ્તુ પ્રકાશની દરેક કિરણોને પરિવર્તિત કરી દે છે તો તે વસ્તુ સફેદ દેખાય છે. સાબુના ફીણ અંગે પણ આ જ કારણ છે.રિપોર્ટ શું કહે છે-
એથેંસ સાયન્સનો રિપોર્ટ કહે છે કે સાબુ કોઈ પણ રંગનો હોય જ્યારે તેનું ફીણ બને છે ત્યારે હવા પાણી અને સાબુ હોય છે. આના પર જ્યારે પ્રકાશના કિરણો પડે છે તો તે પરાવર્તિત થઈ જાય છે જે કારણથી આ ટ્રાન્સપરન્ટ ફીણ સફેદ દેખાવા લાગે છે.ટ્રાન્સપરન્ટ હોય છે ફીણ-
વિજ્ઞાન એ પણ જણાવે છે કે સાબુના ફીણથી બનેલા બબલ્સ સંતરંગી પારદર્શી ફિલ્મથી બનેલા હોય છે પરંતુ ખરેખરમાં ટ્રાન્સપરન્ટ હોય છે. તે જ કારણથી જ્યારે બબલ્સ પર પ્રકાશના કિરણો પડે છે ત્યારે તે પરાવર્તિત થઈ જાય છે. તે જ કારણ છે કે સાબુ પીળા રંગનો હોય કે કાળા રંગનો હોય પરંતુ ફીણ સફેદ જ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news