વૈજ્ઞાનિકોનો ગજબનો ખુલાસો, સ્મોકિંગથી આ જીવલેણ બીમારીનો ખતરો થાય છે ઓછો!

Smoking: સ્મોકિંગ કરવાથી ઘણા નુકસાન થયા છે, તેથી એક્સપ્રટ સ્મોકિંગ ન કરવા અથવા સ્મોકિંગ છોડવાની સલાહ આપે છે. પરંતુ હાલમાં જ થયેલા એક અભ્યાસ અનુસાર, સ્મોકિંગ કરતા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો ઓછો હોય છે. આ અભ્યાસ કયા આધારે કરવામાં આવ્યો તે વિશે જાણો સ્ટોરીમાં...

વૈજ્ઞાનિકોનો ગજબનો ખુલાસો, સ્મોકિંગથી આ જીવલેણ બીમારીનો ખતરો થાય છે ઓછો!

નવી દિલ્હી: સ્મોકિંગની શરીર પર ખુબ જ ખરાબ અસર પડે છે. તેનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ અને બીમારીઓ પેદા થવા લાગે છે. સ્મોકિંગ કરતા લોકોને આવું કહેતા જરૂરથી સાંભળ્યા હશે કે તેઓ સ્મોકિંગ તો કરે છે, પરંતુ આ સાથે યોગ્ય પોષણ લે છે અને એક્સરસાઈઝ પણ કરે છે. તેમની આ આદત તેમને સ્વસ્થ રાખવા માટે પર્યાપ્ત છે, જ્યારે એવું નથી. એક્સપર્ટનું કહેવું છે કે સારું ખાવા-પીવા અને એક્સરસાઈઝ કોઈપણ રીતે સ્મોકિંગથી થતા સ્વાસ્થ્ય નુકસાનને ઓછું કરી શકતી નથી.

તેથી સ્મોકિંગ અને તેના નુકસાન પર શોધકર્તા સતત રિસર્ચ કરતા રહે છે, પરંતુ હાલમાં એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો સ્મોકિંગ કરે છે, તે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો ઓછો હોય છે. જો કે, એનો અર્થ એવો નથી કે તમારે હાર્ટ સંબંધિત બીમારીથી બચવા માટે સ્મોકિંગ કરવાનું શરૂ કરવું જોઇએ. સ્ટડીમાં શું દાવો કરવામાં આવ્યો છે, તે પહેલા યોગ્ય રીતે જાણી લો.

શું સામે આવ્યું સ્ટડીમાં
આ સ્ટડી ઇરબિડમાં જોર્ડન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવી છે અને એક્સપેરિમેન્ટલ બાયોલોજી જર્નલમાં પબ્લિશ થઈ છે. આ સ્ટડીના કો-રાઈટર સઈદ ખતીબે કહ્યું કે, આ સ્ટડીનો ઉદેશ્ય સ્મોકિંગ કરતા લોકો, સ્મોકિંગ ન કરતા લોકો, હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ પ્રેશર વગરના લોકોની વચ્ચે A1AT ના પ્લાઝ્મા લેવલની સરખામણી કરવાનો હતો.

આ સ્ટડી 29 પુરૂષ અને 11 મહિલાઓ પર કરવામાં આવી છે અને સ્મોકિંગ કરતા અને ધુમ્રપાન ન કરતા લોકોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. ત્યારબાદ 1, 4, 24, 48, અને 96 કલાકની અંદર તે લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા.

અલ્ફા-1 એન્ટી ટ્રિપ્સિન એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે લિવરમાં મળી આવે છે અને તે શરીરના પેશીઓનું રક્ષણ કરે છે. રિસર્ચ અનુસાર, ધુમ્રપાન કરતા લોકોની સરખામણીમાં ધુમ્રપાન ન કરતા લોકોમાં અલ્ફા-1 એન્ટી ટ્રિપ્સિનનું સ્તર ઘણું ઓછું હતું. રિસર્ચમાં સામે આવ્યું કે હાર્ટ એટેક આવતા સમયે ધુમ્રપાન કરતા લોકોમાં A1AT ના વધારે પ્રમાણથી તે લોકોને બચવાની સંભાવનામાં સુધાર થયા છે અને જેમ ઉપર જણાવવામાં આવ્યું કે, ધુમ્રપાન કરતા લોકોમાં અલ્ફા-1 એન્ટી ટ્રિપ્સિનનું લેવલ વધારે હોય છે. તેથી તે લોકોમાં હાર્ટ સંબંધિત બિમારીનો ખતરો ઓછો જોવા મળ્યો.

સ્ટડી બાદ સામે આવેલા નિષ્કર્ષને જાણ્યા બાદ તેનો અર્થ એ નથી કે તમે સ્મોકિંગ શરૂ કરી દો. વૈજ્ઞાનિકોએ પણ આ વાત પર ભાર આપ્યો છે કે, આ વાત સામે તો આવી છે, પરંતુ તેના પર હજુ પણ રિસર્ચની જરૂરિયાત છે.

સ્મોકિંગથી થતા નુકસાન
એક્સપર્ટ કોઇપણને સ્મોકિંગ કરવાની સલાહ આપતા નથી. તેના જણાવ્યા અનુસાર, સ્મોકિંગ કરવાથી ઘણું નુકસાન થયા છે.

  • કેન્સર
  • ડાયાબિટીઝ
  • ઇન્ફેક્શન
  • બ્રિથિંગ પ્રોબ્લમ
  • હાર્ટ એટેક
  • સ્ટ્રોક
  • બ્લડ સર્ક્યુલેશન પ્રોબ્લમ
  • ડેન્ટલ પ્રોબ્લમ
  • દૃષ્ટિની ખોટ
  • ફર્ટિલિટી ઉણપ
  • ઓસ્ટિયોપોરોસિસ

તેથી કોઈએ પણ સ્મોકિંગ કરવું જોઇએ નહીં અને જો કોઈને સ્મોકિંગની આદત છે, તો તેણે જલદીથી જલદી આ આદત છોડવી જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news