Skin Care Tips: ચહેરા પર નિખાર માટે મૂળાની રેસીપીનો આ રીતે કરો પ્રયોગ
Radish Face Pack For Skin Care: મૂળા તે વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સાથે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મૂળામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. જે આપણી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં રહેલા તત્વો આપણી ત્વચા માટે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. વિટામિન આપણને ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે.
Trending Photos
Radish Face Pack For Skin Care: દરેક વ્યક્તિ તેના ચહેરા પર ચમક લાવવા માટે ઈચ્છે છે. પરંતુ ચહેરા પરના પિમ્પલ્સ અને કરચલીઓ ચમકતી ત્વચાનું તોડી નાખે છે સપનું . જો કે ત્વચાની યોગ્ય કાળજી લેવામાં આવે તો તમે તમારા ફેસને ગ્લોઈંગ બનાવી દે છો. તમારા ત્વચાને ચમકદાર બનાવવા માટે મૂળા મદદ કરી શકે છે. મૂળા સ્વાસ્થ્યની સાથે તમારા ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે.
સ્કિન માટે મૂળા ફાયદાકારક હોય છે-
મૂળા તે વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સાથે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મૂળામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. જે આપણી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં રહેલા તત્વો આપણી ત્વચા માટે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. વિટામિન આપણને ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે. તે ત્વચાને શુદ્ધ કરવાનું કામ કરે છે. તમે મૂળાનો ફેસ પેક બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.
જાણો ફેસપેક કેવી રીતે બનાવવો-
સૌથી પહેલા મૂળાનો એક મોટો ટુકડો લે.
ત્યારબાદ મૂળાના ટુકળાને છોલીને સારી રીતે પીસી લો.
પેસ્ટમાં ફેરવાઈ જાય ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો.
પછી આ પેસ્ટમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો.
પછી તેમાં ઓલિવ ઓઈલના 4થી 5 ટીપાં ઉમેરો.
આટલું કર્યા પછી તેને વધુ સારી રીતે કરો મિક્સ
આ રીતે તમારું મૂળાને ફેસ પેક તૈયાર છે.
મૂળા ફેસપેકનો ઉપયોગ કેવી રીતે કરવો.
મૂળાના ફેસ પેકના ઉપયોગ કરવા માટે, તમારો ચહેરો ધોઈ લો.
પછી તેને હળવા હાથે ચહેરા પર લગાવો.
અઠવાડિયામાં લગભગ બે થી ત્રણ વખત કરી શકો છો.
આ એક મહાન કુદરતી શુદ્ધિ છે.
મૂળાનો ફેસ પેક ત્વચા માટે આ ફાયદા આપે છે
મૂળા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે. ખાસ વાત એ છે કે તે ત્વચાને નુકસાનથી બચાવે છે. ત્વચાની શુષ્કતા પણ ઘટાડે છે. મૂળાનો આ ફેસ પેક પિમ્પલ્સ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદરૂપ છે.
ફેસપેકને લગાવતી વખતે આ વાતનું ધ્યાન-
સૌ પ્રથમ તમારા ચહેરાને સ્વસ્છ પાણીથી ધોઈ લો. પછી તેનો ઉપયોગ કરો. જો તમારી ત્વચા અતિસંવેદનશીલ હોય તો તેનો ઉપયોગ કરશો નહીં. કારણ કે આમ કરવાથી બળતરા થઈ શકે છે. બીજી તરફ, જો તે તમારી ત્વચાને અનુરૂપ નથી, તો તેને અજમાવવાથી દૂર રહો.
(નોંધ- અહીં આપવામાં માહિતીનું ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમને તમારા ડોક્ટરની સલાહ લેવા વિનંતી છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે