Face Pack: ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે ઉપયોગ કરો ઘરમાં રહેલી આ 3 વસ્તુઓનો, તહેવારોમાં બની જશો આકર્ષણનું કેન્દ્ર

Tips For Glowing Skin: તહેવારોની આ સિઝનમાં જો તમે પણ સુંદર અને આકર્ષક દેખાવા માંગો છો અને તમારે પાર્લરના ચક્કર પણ નથી ખાવા તો આજે તમને એક જોરદાર ફેસપેક વિશે જણાવીએ. આ ફેસપેકમાં ઘરમાં જ રહેલી ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે અને તેનાથી ત્વચાને ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે. 

Face Pack: ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે ઉપયોગ કરો ઘરમાં રહેલી આ 3 વસ્તુઓનો, તહેવારોમાં બની જશો આકર્ષણનું કેન્દ્ર

Tips For Glowing Skin: સાફ, સુંદર અને ચમકતી ત્વચા દરેક યુવતી ઈચ્છે છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં યુવતીઓ ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે પાર્લરના ચક્કર લગાવતી જોવા મળે છે. આ તહેવારની સિઝનમાં જો તમારે પણ સુંદર દેખાવું હોય તો તમને એવો જોરદાર ઘરેલુ નુસખો જણાવીએ જેને અજમાવશો તો તમારે પાર્લર જવાની જરૂર પણ નહીં પડે. આજે તમને ઘરે બનતા એવા ફેસપેક વિશે જણાવીએ જે હાલ ખૂબ જ વાઇરલ છે. આ ફેસપેક ખાસ એટલા માટે પણ છે કે તેમાં ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. ખૂબ જ ઓછા ખર્ચે તમે તમારી ત્વચાને ઘર બેઠા ચમકાવી શકો છો. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ચહેરા પર એવો ગ્લો દેખાશે જ ફેશિયલ કરાવ્યા પછી પણ ન મળે. 

ગ્લોઈંગ ત્વચા માટેના ફેસપેકની સામગ્રી 

એક ચમચી ચોખા 
મધ 
દૂધ જરૂર અનુસાર 

આ ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ચોખાને સરખી રીતે ધોઈ અને પલાળી દો. એક કલાક સુધી ચોખા પલળે પછી તેને પીસી અને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટમાં થોડું મધ અને જરૂર અનુસાર દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. જ્યારે ફેસપેક બરાબર રીતે સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરતાં કરતાં આ ફેસ પેકને સાફ કરી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. 

ચોખાના ફેસપેકથી થતા ફાયદા 

આ ફેસપેકમાં જે 3 વસ્તુનો ઉપયોગ થયો છે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. વર્ષોથી આ 3 વસ્તુઓનો ઉપયોગ સ્કીન કેરમાં કરવામાં આવે છે. આ ફેસપેકમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે ત્વચા પરથી કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ ફેસપેકમાં જે મધનો ઉપયોગ થાય છે તે સ્કીનને મોશ્ચુરાઇઝ કરે છે અને સ્કિનને સોફ્ટ બનાવે છે. દૂધ ચહેરા પરથી ડેડ સ્કીનને દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. ફેસપેકમાં રહેલા ચોખા ટેનિંગ દૂર કરે છે જેના કારણે ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાય છે. આ ફેસપેકને અઠવાડિયામાં બે વખત લગાડી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news