Potato Juice: બટેટાના રસની સામે બ્રાન્ડેડ સીરમ પણ થઈ જશે ફેલ, આ રીતે યુઝ કરી ત્વચાની ડાર્કનેસ રાતોરાત કરો દુર
Potato Juice: બટેટાનો રસ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે સાચી રીતે તેનો ઉપયોગ ત્વચા પર કરો છો તો તેનાથી ચહેરા પરથી ડાઘ-ધબ્બા અને કરચલીઓ દુર થવા લાગે છે. તો ચાલો જાણી લો બટેટાના રસનો સ્કીન કેરમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય.
Trending Photos
Potato Juice: શાકભાજીમાં સૌથી વધુ ઉપયોગમાં આવતા બટેટા સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. બટેટામાં વિટામિન સી, બી કોમ્પ્લેક્સ અને મિનરલ્સ હોય છે. જે ત્વચાને પોષણ આપે છે અને ત્વચાની ઘણી બધી સમસ્યાઓથી રાહત અપાવે છે. આજે તમને જણાવીએ બટેટાના રસનો એવો ઉપયોગ જેને અપનાવશો તો તમને ત્વચા પર 5 અદભુત ફાયદા જોવા મળશે. આ ફાયદા મેળવવા માટે બટેટાનો રસ કાઢીને રાત્રે ચહેરા પર લગાડવાનો રહેશે. રોજ રાત્રે બટેટાનો રસ ચહેરા પર લગાડીને સુવાથી તમને નીચે દર્શાવ્યા અનુસારના પાંચ ફાયદા થશે.
બટેટાનો રસ ચહેરા પર લગાડવાથી થતા ફાયદા
1. બટેટામાં બ્લીચિંગ ગુણ હોય છે જે ડાઘ ધબ્બાને ઘટાડવામાં મદદ કરે છે. બટેટાનો રસ આખી રાત ચહેરા પર લગાડવાથી ચહેરા પરના ડાઘ ધીરે ધીરે ઓછા થવા લાગે છે.
2. આંખની નીચે જો ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો બટેટાનો રસ તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે. બટેટાના રસમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે.
3. બટેટાના રસમાં કેટૈચીન નામનું તત્વ હોય છે જે ત્વચાને ગોરી બનાવી રાખવામાં મદદ કરે છે. રાત્રે બટેટાનો રસ ચહેરા પર લગાડવાથી ધીરે ધીરે ત્વચાની રંગત ખીલવા લાગશે.
4. બટેટામાં પાણીની માત્રા પણ વધારે હોય છે તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. રાત્રે બટેટાનો રસ ચહેરા પર લગાડી સવારે ચહેરો સાફ કરશો તો અનુભવશો કે ત્વચા ચમકદાર અને મુલાયમ દેખાવા લાગી છે.
5. બટેટામાં નેચરલ સ્ટાર્ચ હોય છે જે સ્કીનને ટાઈટ કરવાનું કામ કરે છે. જો વધતી ઉંમરે રોજ બટેટાનો રસ ચહેરા પર લગાડશો તો ત્વચા લાંબા સમય સુધી યુવાન દેખાશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે