અમદાવાદમાં ભલે રાત્રિ કર્ફ્યૂ હોય, પણ તમે આ શહેરોમાં મનાવી શકો છો થર્ટી ફર્સ્ટની પાર્ટી

ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ છે. એટલે થર્ટી ફર્સ્ટની ઉજવણી નથી થઈ શકવાની. જો કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. અમે તમને જણાવી રહ્યા છે પાંચ એવા સ્થળો જ્યાં તમે નવા વર્ષની ઉજવણી કરવા માટે જઈ શકો છે અને તે પણ બજેટમાં.

અમદાવાદમાં ભલે રાત્રિ કર્ફ્યૂ હોય, પણ તમે આ શહેરોમાં મનાવી શકો છો થર્ટી ફર્સ્ટની પાર્ટી

ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ આવી ગયો છે વર્ષનો છેલ્લો મહિનો. સામાન્ય રીતે અત્યારે તો ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણીનું પ્લાનિંગ ચાલતું હોય છે. પરંતુ કોરોનાએ તેના પર પણ પાબંદી લગાવી દીધી છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ છે. એટલે ઉજવણી નથી થઈ શકવાની. જો કે, તમારે નિરાશ થવાની જરૂર નથી. અમે તમને જણાવી રહ્યા છીએ પાંચ એવા સ્થળો જ્યાં તમે નવા વર્ષની ઉજવણી કરવા માટે જઈ શકો છે અને તમારા બજેટમાં તમે ફેમીલી અને ફ્રેન્ડ સાથે થર્ટી ફર્સ્ટની પાર્ટી કરી શકો છો. જોકે, કોરોનાને કારણે ગાઈડલાઈનનું પાલન તો ત્યાં પણ કરવું જ પડશે.

GOA11.jpg

ગોવા
નવા વર્ષની ઉજવણી માટે લોકોની પહેલી પસંદ ગોવા જ હોય છે. ગોવા ભારતની સૌથી રોમાંચક જગ્યાઓમાંથી એક છે જ્યાં આખું વર્ષ પર્યટકો ફરવા માટે આવે છે. ગોવાના કિલ્લા હોય કે બીચ, આકર્ષણ અનોખું છે. ક્રિસમસથી લઈને નવા વર્ષ સુધી ગોવાની નાઈટલાઈફ, બીચ પર આખી રાત ચાલતી પાર્ટીઓ, પબ, બાર અને કૉકટેલસ લાઈટ્સથી જગમગતા રસ્તાઓ પર્યટકોને આકર્ષિત કરે છે.

KERALA3.jpg

કેરળ
દક્ષિણ ભારતનો આ પ્રદેશ ખૂબ જ સુંદર છે. ભગવાનના પોતાનો દેશ કહેવાતા અને મનમોહક એવા વાતાવરણમાં બીચ પર થતી પાર્ટીના કારણે લોકો અહીં ખેંચાઈને ચાલ્યા આવે છે. જો તમે પણ આ વર્ષે પ્રકૃતિના ખોળામાં નવું વર્ષ મનાવવા માંગો છો, તો આ તમારા માટે સારો ઑપ્શન છે.

MANALI5.jpg

મનાલી
પહાડોની વચ્ચે રહીને જૂના વર્ષને અલવિદા કહેવાની મજા જ કાંઈક અલગ છે. એવામાં પોતાના પરિવાર, મિત્રો અને ખાસ લોકોની સાથે મનાલીમાં નવા વર્ષનું ઉજવણી કરીને તમે નવા વર્ષને યાદગાર બનાવી શકો છો.

JAISALMER2.jpg

જેસલમેર
પાડોશી રાજ્ય રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર જેવી જગ્યા બહુ જ ફેમસ છે. પરંતુ જેસલમેર છુપા હીરા સમાન જગ્યા છે. કિલ્લાઓ અને ઈતિહાસોનું આ શહેર અનોખી ચમક ધરાવે છે. નવા વર્ષે અહીં ખૂબસૂરત સજાવટ પણ કરવામાં આવે છે. પર્યટકોને આકર્ષવા માટે જેસલમેરમાં ખાસ પેકેજ પણ રાખવામાં આવે છે. એવામાં તમે તમારા હિસાબથી પેકેજ લઈને નવા વર્ષનો જશ્ન મનાવી શકો છો.

KOLKATA4.jpg

કોલકાતા
બંગાળની રાજધાની કોલકાતામાં નવા વર્ષની ઉજવણી કરવાની મજા જ અનોખી છે. સિટી ઑફ જૉય કોલકાતાએ હજુ પણ પોતાનો વારસો સાચવ્યો છે. જે વચ્ચે રહેવું લહાવો છે. સાથે જ તમે શિમર્સ લાઉન્જ, ધ પર્લલેસ ઈન કોલકાતા અને રેડિસન બ્લ્યૂ જેવી જગ્યાએ રહીને તમે નવા વર્ષનું સ્વાગત કરી શકો છો.
તો, આ છે એવી જગ્યાઓની યાદી જ્યાં તમે વેકેશન માટે જઈ શકો છો. પરંતુ તમામ નિયમોનું પાલન કરવું દરેક જગ્યાએ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news