વ્યક્તિની આદતો જ વ્યક્તિની ઓળખ હોય છે? કઈ આદતવાળો વ્યક્તિ કેવો હોઈ શકે છે?

જો તમને રાત્રે જાગવાની આદત છે, જો તમને OCD (ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર) છે કે પછી કેટલીક એવી આદતો છે જે તમને ખાસ બનાવે છે તો આ આર્ટિકલ તમારા માટે છે. કેટલાક લોકોની વિચિત્ર આદતો જ તેમની ઓળખ ઉભી કરે છે. કોઈ સફાઈ રાખવી ગમતી હોય છે તો કોઈક લોકો એવા પણ હોય છે જે રાત્રે જીન્સ પહેરીને જ સુઈ જાય છે. કોઈક લોકોને વ્યહાર કોઈક લોકો સાથે અલગ હોય છે તો કોઈક લોકો માટે અલગ. આવી આદતોના કારણે જ મનુષ્ય ખાસ બને છે. આને આપણે આવી જ કેટલીક આદતોની વાત કરીશું. 
વ્યક્તિની આદતો જ વ્યક્તિની ઓળખ હોય છે? કઈ આદતવાળો વ્યક્તિ કેવો હોઈ શકે છે?

અમદાવાદ: જો તમને રાત્રે જાગવાની આદત છે, જો તમને OCD (ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર) છે કે પછી કેટલીક એવી આદતો છે જે તમને ખાસ બનાવે છે તો આ આર્ટિકલ તમારા માટે છે. કેટલાક લોકોની વિચિત્ર આદતો જ તેમની ઓળખ ઉભી કરે છે. કોઈ સફાઈ રાખવી ગમતી હોય છે તો કોઈક લોકો એવા પણ હોય છે જે રાત્રે જીન્સ પહેરીને જ સુઈ જાય છે. કોઈક લોકોને વ્યહાર કોઈક લોકો સાથે અલગ હોય છે તો કોઈક લોકો માટે અલગ. આવી આદતોના કારણે જ મનુષ્ય ખાસ બને છે. આને આપણે આવી જ કેટલીક આદતોની વાત કરીશું. 

મોટા ભાગે કોઈ પણ વ્યક્તિની કેટલીક એવી આદતો હોય છે જે ખુબ જ અલગ અને અજીબ હોય છે. અને આ આદતો જ એ વ્યક્તિની ઓળખ બની જતી હોય છે. વિશ્વના તમામ લોકોની આવી આદતો તો રહેતી જ હોય છે. પરંતુ કેટલીક વખત આ આદતોના કારણે એ વ્યક્તિની લાઈફસ્ટાઈલના સંકેત પણ મળી જાય છે. 

મોટાભાગે લોકોમાં હોય છે આ વિચિત્ર આદતો
દરેક વ્યક્તિ સામાન્ય ભાષામાં યુનિક હોય છે. પરંતુ અરબો ખરબોની આબાદી વાળી આ દુનિયામાં લાઈફસ્ટાઈલથી જોડાયેલી કેટલીક એવી આદતો પણ છે જે કેટલાકમાં લોકો એક સમાન હોય છે. જાણો આવી જ કેટલીક આદતો વિશે 

ગર્લફ્રેન્ડ સાથે ચાલ બદલાઈ જાય છે 
તમે ઘણી વખત જોયુ હશે કે કોઈ જગ્યા પર જ્યારે કોઈ પોતાની પત્ની સાથે જાય છે ત્યારે તેની ચાલ બદલાઈ જાય છે અને ગર્લફ્રેન્ડની સાથે સાથે જ ચાલે છે. આના કેટલાક કારણો હોઈ શકે છે. મુખ્ય કારણ ગર્લફ્રેન્ડ પ્રત્યે પ્રેમ દર્શાવવાનું હોઈ શકે છે. 

જૂનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video

ઉંઘ ઓછી આવે છે, તો સતર્ક થઈ જાઓ 
ઉંઘ ના આવવી અને સુતા દરમિયાન પડખા ફરવા તે કોઈ બિમારીથી ઓછુ નથી. આની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. કેટલીક વાર ટેન્શનના કારણે ઉંઘ ના આવવી પણ એક કારણ છે. કેટલાક રિસર્ચમાં એવુ જણાવવામાં આવ્યું છે કે ઓછી ઉંઘ ના માત્ર નિરાશા વધારે છે પણ લોકોને દારુનું વ્યવસન અને સેક્સની ઈચ્છા પણ વધારી દે છે. 

ચ્યૂઈંગમથી નહીં ભટકે મન 
ઘણી વખત એવુ બને છે સ્પોર્ટ્સ પર્સન ચાલુ ગેમમાં ચ્યૂંઈગમ ચાવતા હોય છે. માનવામાં આવે છે કે ચ્યૂઈંગમ ચાવવાથી વ્યક્તિનું મન આમ તેમ નથી ભટકતું. ટેટુ બનાવતી વખતે કે પછી પઈયરસિંગ કરતી વખતે ચ્યુઈંગમ ચાવવાથી પીડા ઓછી થાય છે તેવુ માનવામાં આવે છે. 

ટૂથબ્રશ પર પેસ્ટ લગાવ્યા પછી બ્રશ ભીનું કરવુ 
સવારે ઉઠતાની સાથે દાંત સાફ કરવા તે લાઈફસ્ટાઈલનો સૌથી મોટો ભાગ છે. પરંતુ શું તમે જાણો છો કે 10માંથી 9 લોકો ટૂથબ્રશ પર પેસ્ટ લગાવ્યા પછી બ્રશને કેમ ભીનું કરે છે? લોકોનું માનવુ છે કે આવુ કરવાથી પેસ્ટ સરસ રીતે કામ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news