મોંઘા મોંઘા ફેસવોશ ખરીદવાની નહીં પડે જરૂર, એવું જોરદાર રીઝલ્ટ આપશે આ Home Made ફેસવોશ

Home Made Face Wash: ચહેરો સાફ કરવા માટે યુવતીઓ મોંઘામાં મોંઘો ફેસવોશ યુઝ કરે છે. જેથી ચહેરાની ત્વચા ને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. પરંતુ આજે તમને કેટલાક એવા ફેસવોશ વિશે જણાવીએ જે ઘરે સરળતાથી તૈયાર થઈ જાય છે અને તેના રિઝલ્ટની સામે મોંઘા ફેસવોશ નું રીઝલ્ટ પણ ઝાંખું લાગશે. 

મોંઘા મોંઘા ફેસવોશ ખરીદવાની નહીં પડે જરૂર, એવું જોરદાર રીઝલ્ટ આપશે આ Home Made ફેસવોશ

Home Made Face Wash: દિવસ શરૂ થાય એટલે સ્કીન કેર રૂટીન પણ શરૂ થઈ જાય છે. અને સ્કીન કેર રૂટિનની શરૂઆત ફેસ વોશ કરવાથી થાય છે. ચહેરો સાફ કરવા માટે યુવતીઓ મોંઘામાં મોંઘો ફેસવોશ યુઝ કરે છે. જેથી ચહેરાની ત્વચા ને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. પરંતુ આજે તમને કેટલાક એવા ફેસવોશ વિશે જણાવીએ જે ઘરે સરળતાથી તૈયાર થઈ જાય છે અને તેના રિઝલ્ટની સામે મોંઘા ફેસવોશ નું રીઝલ્ટ પણ ઝાંખું લાગશે. 

આ પણ વાંચો:

1. મસૂરની દાળનો ફેસવોશ તમારી ત્વચાને પાંચ જ મિનિટમાં ચમકાવી દેશે. તેના માટે મસૂરની દાળને થોડીવાર માટે દૂધમાં પલાળી દેવી અને પછી તેને પીસી લેવી. હવે આ પેસ્ટ વડે ચહેરા પર મસાજ કરતા કરતા ચહેરો સાફ કરવો. તેનાથી ડેડ સ્કીન પણ દૂર થશે અને ડાર્ક સપોર્ટ પણ ઓછા થવા લાગશે 

2. ત્વચાને સાફ કરવા માટે લીંબુ અને દહીં પણ નેચરલ ક્લિનિંગ એજન્ટ નું કામ કરે છે. જો તમારી ત્વચાને લીંબુ સૂટ કરતું ન હોય તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. આ બે વસ્તુથી ચહેરો સાફ કરશો તો તમારો ચહેરો પાંચ જ મિનિટમાં ખીલી જશે.

3. કાચું દૂધ ત્વચા ને સુંદર બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. કાચા દૂધમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news