પુરૂષોની તો વાત છોડો, મહિલાઓ પોતે પણ જાણતી નથી પોતાના અમુક Private પાર્ટના નામ!!!

Women genitals: ખુદ મહિલાઓ પણ પોતાના પ્રાઈવેટ પાર્ટ અંગે વાત નથી કરતી. આપણાં સમાજમાં આને અસભ્ય વર્તન માનવાની જાણે કે માન્યતા ચાલી આવી છે. એ જ કારણ છેકે, આ વિષયમાં લોકોની જાગૃતતા હજુ પણ ખુબ ઓછી છે.

પુરૂષોની તો વાત છોડો, મહિલાઓ પોતે પણ જાણતી નથી પોતાના અમુક Private પાર્ટના નામ!!!

Britain Study: શરીરના બાહ્ય અંગોની સાથો-સાથ શરીરની રચના એવી રીતે થઈ છેકે, તેના આંતરિક અંગો પણ હોય છે. વાત જ્યારે પ્રાઈવેટ પાર્ટ્સની આવે ત્યારે સામાન્ય રીતે લોકો આ અંગે વાત કરવાથી કતરાય છે, દૂર રે છે. ખુદ મહિલાઓ પણ પોતાના પ્રાઈવેટ પાર્ટ અંગે વાત નથી કરતી. આપણાં સમાજમાં આને અસભ્ય વર્તન માનવાની જાણે કે માન્યતા ચાલી આવી છે. એ જ કારણ છેકે, આ વિષયમાં લોકોની જાગૃતતા હજુ પણ ખુબ ઓછી છે.

અંગો વિશે લોકોમાં જાગરુકતા ઓછીઃ
લોકોને જાગરુક કરવાના હેતુ થી બ્રિટેનમાં એક સર્વે કરવામાં આવ્યો. જેના પરિણામો ખુબ જ ચોંકાવનારા આવ્યાં. સર્વેમાં મહિલાઓના પ્રાઈવેટ પાર્ટના અંદરના અંગોના નામ પૂછવામાં આવ્યાં. જેના પરિણામ ચોંકાવનારા આવ્યાં.આ સર્વેમાં મહિલાઓ અને પુરુષો બન્નેને સામેલ કરવામાં આવ્યાં હતાં. આ સ્ટડીને International Urogynecology Journal માં  પ્રકાશિત કરવામાં આવી. સર્વેનો હેતુ લોકોને માનવ શરીરની રચના અંગે જાણકારી આપવાનો હતો.

મહિલાઓ પણ નહોંતી જાણતી પોતાના બધા અંગોના નામ!
સ્ટડીમાં સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી કે પુરુષો તો ઠીક પણ ખુબ મહિલાઓને જ પોતાના અમુક અંગોના નામ નહોંતા ખબર. એ જ કારણે તેમને ડોક્ટર પાસે જ્યારે કોઈ સલાહ તેવી હોય ત્યારે ખુબ મુશ્કેલી પડતી હોય છે.

પોતાના પ્રાઈવેટ પાર્ટ્સના નામ ન જણાવી શક્યા લોકોઃ
ઈંગ્લેંડ સ્થિત મેનચેસ્ટરની એક હોસ્પિટલમાં Outpatient appointments માં ભાગ લેવા આવેલાં લોકોને એક પ્રશ્નાવલિ આપવામાં આવી. જેમાં તેમણે ચિત્ર જોઈને મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ્સના નામ જણાવવાના હતાં. અડધાથી પણ ઓછા લોકો આમાં સાચો જવાબ આપી શક્યાં હતાં.

સ્ટડીમાં સામે આવી ચોંકાવનારી વાતોઃ
રિસર્ચરોએ જોયુંકે, આડધાથી વધારે લોકો ચિત્રમાં Urethra (મૂત્રમાર્ગ) ને ન ઓળખી શક્યાં. 37 ટકા લોકો Clitoris ને ન ઓળખી શક્યા. એવા લોકોમાં મહિલાઓ પોતે પણ સામેલ હતી. સર્વેમાં સામેલ લોકોને વલ્વા (Vulva) નો એક ડાયગ્રામ આપવામાં આવ્યો અને તેના પાટ્સનું નામ લખવાનું કહેવામાં આવ્યું. તેમાંથી મોટાભાગના લોકોએ આ ડાયગ્રામ ખાલી છોડી દીધો. રિસર્ચરોએ કહ્યુંકે, લોકો Urethra (મૂત્રમાર્ગ) અને Clitoris માં શું ફેર છે એ પણ ન જણાવી શક્યાં.

આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા

લોકો પાસે શરીરની રચનાની સાચી જાણકારી નથીઃ
વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ કઢ્યો કે લોકોને મહિલાઓના જનનઅંગો વિશે સાચી જાણકરારી નથી. જે મહિલાઓના સ્વાથ્ય માટે ખરાબ બાબત છે. જોકે, ધ સનમાં છપાયેલાં રિપોર્ટ મુજબ સર્વેમાં મહિલાઓએ પુરુષોની સરખામણીએ વધારે જવાબ આપ્યાં હતાં.

ઘણી બધું કરવાની છે જરૂરઃ
મેનચેસ્ટરની સેંટ મેરી હોસ્પિટલના સલાહકાર યૂરોલોજિસ્ટ અને અધ્યયનના સહ લેખક ફિયોના રીડ એ જણાવ્યુંકે મહિલાઓના શરીરની રચનાની લોકોને સમજણ થાય તેની જરૂર છે. આ મુદ્દે હજુ ઘણું બધું કરવાનું બાકી છે.

(નોંધ- આ આર્ટીકલ એક રિસર્ચ સ્ટડીને આધારે લખાયો છે. અમારો આશય કોઈના સન્માનને ઠેસ પહોંચાડવાનો નથી. માત્ર જાણકારી આપવી એજ અમારો ઉદ્દેશ્ય છે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news