દુધીની છાલમાંથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી ચટણી, દૂધી ન ભાવતી હોય તેવા લોકો પણ ખાશે આંગળા ચાટીને

Healthy Recipe: આજે તમને દૂધીમાંથી બનતી એક એવી વાનગી વિશે જણાવીએ જેનો સ્વાદ પરિવારના લોકો આંગણા ચાટી ચાટીને લેશે. દુધીમાંથી બનતી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી તો તમે ટ્રાય કરી હશે પરંતુ આજે તમને જણાવીએ દૂધીની છાલ માંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ચટણીની રેસિપી.

દુધીની છાલમાંથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી ચટણી, દૂધી ન ભાવતી હોય તેવા લોકો પણ ખાશે આંગળા ચાટીને

Healthy Recipe: દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી શાક છે. પરંતુ મોટાભાગના લોકોનું મોઢું દૂધીનું નામ સાંભળતા જ બગડી જાય છે. પરંતુ આજે તમને દૂધીમાંથી બનતી એક એવી વાનગી વિશે જણાવીએ જેનો સ્વાદ પરિવારના લોકો આંગણા ચાટી ચાટીને લેશે. દુધીમાંથી બનતી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી તો તમે ટ્રાય કરી હશે પરંતુ આજે તમને જણાવીએ દૂધીની છાલ માંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ચટણીની રેસિપી. જો તમે આજ સુધી દૂધીની છાલ માંથી બનેલી ચટણી નો સ્વાદ નથી ચાખ્યો તો તુરંત જ આ રીતે તેને ઘરે બનાવો. એકવાર ખાધા પછી તમે પણ વારંવાર આ ચટણી ઘરે બનાવશો.

ચટણી બનાવવાની સામગ્રી

આ પણ વાંચો: 

એક કપ દૂધીની છાલના ટુકડા
બે ટામેટા
100 ગ્રામ તલ
એક ચમચી લાલ મરચું પાવડર
બે ચમચી ખાંડ
ચાર લસણની કડી
એક ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે

ચટણી બનાવવાની રીત

સૌથી પહેલા દૂધીની છાલને પાણીથી બરાબર સાફ કરી અને તેના ટુકડા કરીને પાણીમાં અડધી કલાક માટે પલાળી દો. તે દરમિયાન એક પેનમાં એક ચમચી તેલ મૂકીને તેમાં લસણ અને ટામેટાને સાંતળો ત્યાર પછી તેમાં દૂધીની છાલ ના ટુકડા ઉમેરો. સાથે જ તેમાં તલ અને અન્ય સામગ્રી ઉમેરીને મધ્યમ આંચ ઉપર બરાબર પકાવો. બધી જ સામગ્રી બરાબર કૂક થઈ જાય પછી ગેસ બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યાર પછી તેને મિક્સરમાં બરાબર પીસી લેવું. તૈયાર છે તમારી દુધીની છાલની ચટણી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news