Recipe: ઘરે સરળ રીતે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટીક્કા મસાલા, નોંધી લો રેસિપી

Paneer Tikka Masala: શિયાળાની કડકડતી ઠંડીમાં જો તમારે પણ કંઈ ગરમાગરમ અને મોંમાં પાણી લાવી દે તેવી વાનગી ખાવી હોય તો પનીર ટીક્કા મસાલાથી બેસ્ટ બીજું કંઈ નથી. આજે તમને જણાવીએ કે તમે ઘરે કઈ રીતે રેસ્ટોરન્ટ જેવા જ પનીર ટીક્કા મસાલા બનાવી શકો છો.

Recipe: ઘરે સરળ રીતે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટીક્કા મસાલા, નોંધી લો રેસિપી

Paneer Tikka Masala: પનીરથી બનેલા સ્ટાર્ટર નાના મોટા સૌ કોઈને ભાવે છે. ખાસ કરીને પનીર ટીક્કા મસાલા એવી વાનગી છે જેનો સ્વાદ દરેક વ્યક્તિને જીભે વળગી જાય. રેસ્ટોરન્ટમાં પણ પનીર ટીક્કા મસાલાની ડિમાન્ડ વધારે રહેતી હોય છે. રેસ્ટોરન્ટ જેવા જ પનીર ટીક્કા મસાલા ઘરે બનાવવા પણ ખુબ જ સરળ છે. આજે તમને પનીર ટીક્કા મસાલા બનાવવાની પરફેક્ટ રીત જણાવીએ. જો આ રીતે તમે ઘરે પનીર ટીક્કા મસાલા બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ જેવા જ બનશે અને તેને ખાઈને તમારા ઘર પરિવારના લોકો પણ તમારા વખાણ કરશે. 

પનીર ટીક્કા મસાલા બનાવવાની સામગ્રી

પનીર 250 ગ્રામ
ટમેટા બે નંગ
કેપ્સીકમ એક
ડુંગળી એક
દહીં અડધી વાટકી
લાલ મરચું પાવડર એક ચમચી
ધાણાજીરું પાવડર એક ચમચી
ગરમ મસાલો અડધી ચમચી
આદુ લસણની પેસ્ટ એક
લીંબુનો રસ એક ચમચી
મીઠું સ્વાદ અનુસાર

પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત

સૌથી પહેલા એક મોટા બાઉલમાં દહીં લો અને તેમાં બધા જ ડ્રાય મસાલા તેમજ લીંબુ અને મીઠું પણ ઉમેરો. દહીમાં મસાલા બરાબર મિક્સ કરી તેમાં આદુ અને લસણની પેસ્ટ પણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

હવે જે શાક છે તેના પનીરની સાઈઝના ચોરસ ટુકડા કરી લો. હવે પનીર, કેપ્સીકમ, ટામેટા અને ડુંગળીમાં દહીંનું મિશ્રણ સારી રીતે લગાડો. દહીં સાથે આ બધી જ સામગ્રીને ઓછામાં ઓછી 30 મિનિટ માટે મેરીનેટ થવા દો. 

30 મિનિટ પછી તૈયાર કરેલા પનીર, ટામેટા, કેપ્સીકમ અને ડુંગળીના ટુકડાને સ્ટીકમાં એક પછી એક પરોવી લો. ત્યાર પછી તેની ઉપર પણ દહીંનો મસાલો લગાડી દો.

હવે તૈયાર કરેલા વેજીટેબલ અને પનીરની સ્ટીકને ગ્રીલ પેન ઉપર ચારે તરફથી બરાબર શેકી લો. જ્યારે બધી જ વસ્તુ બરાબર શેકાઈ જાય તો તેના ઉપર મેલ્ટ કરેલું બટર લગાડી લીલી ચટણી સાથે સર્વ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news