White Hair: સફેદ વાળને કાળા કરવા ઘરગથ્થુ વસ્તુઓથી બનાવો નેચરલ કલર, લગાડતાની સાથે જ મૂળથી કાળા થઈ જશે વાળ
White Hair:આ નેચરલ વસ્તુનો ઉપયોગ કરવાથી ગણતરીની મિનિટોમાં મૂળથી વાળ સફેદ થઈ જશે તેના માટે તમારે વધારે ખર્ચ પણ કરવો નહીં પડે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુ છે જેનો ઉપયોગ કરવાથી સફેદ વાળ મૂળથી કાળા થઈ જાય છે.
Trending Photos
White Hair: સ્ત્રી હોય કે પુરુષ બંનેની સુંદરતામાં મહત્વની ભૂમિકા વાળ ભજવે છે. કાળા અને ચમકદાર વાળ કોઈ પણ વ્યક્તિની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. પરંતુ ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થઈ જતા હોય છે. એક વખત વાળ સફેદ થવા લાગે તો લોકો વાળની કાળા કરવા માટે હેરડાઈ કે કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવા લાગે છે. પરંતુ આ પ્રકારના કલરનો ઉપયોગ કરવાથી વાળની સાથે આંખને પણ નુકસાન થાય છે.
જો તમારા વાળ પણ સફેદ થવા લાગ્યા હોય અને તમારે કોઈપણ પ્રકારના કેમિકલ વિના કુદરતી રીતે વાળને ફરીથી કાળા કરવા હોય તો આજે તમને તેનો અસરકારક ઈલાજ જણાવીએ. આ નેચરલ વસ્તુનો ઉપયોગ કરવાથી ગણતરીની મિનિટોમાં મૂળથી વાળ સફેદ થઈ જશે તેના માટે તમારે વધારે ખર્ચ પણ કરવો નહીં પડે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુ છે જેનો ઉપયોગ કરવાથી સફેદ વાળ મૂળથી કાળા થઈ જાય છે.
ઘરે આ વસ્તુથી બનાવો નેચરલ હેર ડાઇ
વાળને કુદરતી રીતે મૂળથી કાળા કરવા હોય તો તમે ઘરે નેચરલ હેર ડાઈ બનાવી શકો છો. આ હેર ડાઈ બનાવવા માટે તમારે છ વસ્તુ ની જરૂર પડશે. આ વસ્તુઓમાં કોફી પાવડર, લીમડાનો પાઉડર, આમળાનો પાવડર, કલોંજી અને મહેંદીનો સમાવેશ થાય છે. સાથે જ એક લોઢાના વાસણની તમને જરૂર પડશે.
નેચરલ હેરડાઈ બનાવવા માટે સૌથી પહેલા લોઢાના વાસણને ગરમ કરો. તેમાં કલોંજી અને અન્ય પાવડર ઉમેરીને ધીમા તાપે બરાબર શેકો. બધા જ પાવડર શેકાઈ જાય પછી તેમાં એક ગ્લાસ પાણી મિક્સ કરો. હવે આ પેસ્ટને 10 થી 15 મિનિટ સુધી ગેસ પર પકાવો. જ્યારે તે પેસ્ટ ઘટ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી તેને ઠંડી થવા દો.
તૈયાર કરેલી હેરડાઈને બ્રશની મદદથી તમે મૂળથી વાળના છેડા સુધી બરાબર લગાડો.. ત્યાર પછી દોઢ કલાક સુધી તેને વાળમાં રહેવા દો અને પછી ઠંડા પાણીથી તેને સાફ કરો. તમે અનુભવશો કે તમારા વાળ એકદમ કાળા થઈ ગયા છે અને તેમાં ચમક પણ દેખાય છે. આ રીતે તમે વાળની કાળા કરશો તો વાળ મજબૂત પણ થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે