શરીરના ક્યા અંગો છે જે સતત વધતા જ રહે છે? જાણો ઉંમર સાથે નથી અટકતો આ અંગોનો વિકાસ
માનવ શરીર કુદરતની અનોખી રચના છે અને અનેક અજાયબીઓથી ભરપૂર છે. માનવ શરીરની કેટલીક એવી ખૂબીઓ છે જેની તમને જાણ નહીં હોય.
Trending Photos
નવી દિલ્લીઃ માનવ શરીર એટલે ઈશ્વરની સૌથી અજાયબ અને જટીલ રચના. માનવ શરીરના અંગો, ઉપાંગોની કામ કરવાની ખાસ પદ્ધતિ છે. સાથે જ તેના વિશે કેટલીક એવી રોમાંચક વાતો છે જે તમને કદાચ ખબર નહીં હોય. એટલે જ આજે વાત કરીશું શરીરના એવા અંગોની જે હંમેશા વધતા જ રહે છે. એટલે કે ઉંમરની સાથે તેનો વિકાસ થતો જ જાય છે. ક્યારેય અટકતો નથી. સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ આ સાચી વાત છે અને તેના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ સામે આવ્યા છે.
એક ઉંમર પછી આપણા અંગોનો વિકાસ અટકી જાય છે. પરંતુ કેટલાક અંગો આમાં અપવાદ છે. આવા અંગ છે આપણા નાક અને કાન. જી હા, તમે બરાબર સાંભળ્યું. આપણા નાક અને કાન હંમેશા વધતા જ રહે છે. વર્ષોથી થયેલા અભ્યાસ બાદ સામે આવ્યું છે કે, કોઈ વ્યક્તિ ગમે એટલી ઉંમરનું હોય પણ તેના નાક અને કાનનો વિકાસ ક્યારેટ અટકતો નથી. એટલે કે તેની લંબાઈ વધ્યા જ કરે છે. ભલેને વ્યક્તિની ઉંમર ગમે એટલે હોય.
નાક અને કાનનો નિરંતર વિકાસ થવાનું કારણ છે કાર્ટિલેજ કોશિકાઓ. કાર્ટિલેજ કોશિકાઓ એટલે એવી કોશિકાઓ જેનું વિભાજન થાય છે અને તે નાક અને કાનના આકારમાં મહત્વનો ભાગ ભજવે છે. કાન અને નાક કાર્ટિલેજ કોશિકાઓમાંથી બનેલા હોય છે. જે ઉંમરની સાથે વધુ વિભાજિત થાય છે એટલે કાન અને નાકની લંબાઈ વધતી રહે છે. એક અભ્યાસ પ્રમાણે કાનની લંબાઈ પ્રતિવર્ષ 0.22 મિલીમટર વધે છે. એટલે કે તમારા કાનનો વિકાસ થતો જ રહે છે. ભલેને તમારી ઉંમર ગમે એટલી હોય. કાન આપણી શ્રવણેન્દ્રિય છે અને નાક ઘ્રાણેન્દ્રિય. બંનેનું કામ ખૂબ જ મહત્વનું છે. અને બંને એકબીજા સાથે જોડાયેલા પણ છે. અને બંનેની રચના પણ સમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે