મકાન ભાડે લેતાં પહેલાં જાણી લો તમારા હક, ભાડુઆતે આ ભૂલો કરી તો ખાલી કરવું પડશે ફ્લેટ કે દુકાન

Tenant Rights: તમે જો આ નિયમોને ફોલો કરશો તો તમને ક્યારેય પણ કોઈ સમસ્યા નહીં આવે. દરેક ભાડુઆતે આ જાણવું જરૂરી છે.  કેટલાક લોકો નોકરીની શોધમાં બીજા શહેરોમાં આવે છે અને ભાડાના ઘરમાં રહીને કામ ચલાવે છે. પરંતુ અનેકવાર મકાનમાલિકો મનમાની કરે છે અને ભાડુઆતની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. 

મકાન ભાડે લેતાં પહેલાં જાણી લો તમારા હક, ભાડુઆતે આ ભૂલો કરી તો ખાલી કરવું પડશે ફ્લેટ કે દુકાન

Know Your Rights: ગુજરાતમાં મેગા સીટીઓમાં પ્રોપર્ટી ભાડે લેવાનું ભારે ચલણ છે. હજારો ફ્લેટ અને દુકાન ભાડા પર લેવાય છે કે અપાય છે. તમારે આ પહેલાં તમારા હક જાણી લેવા એ જરૂરી છે. અનેકવાર મકાનમાલિકો મનમાની કરે છે અને ભાડુઆતની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. ક્યારેક તેઓ ભાડૂઆતોને ભાડુ વધારવા માટે કહી દે છે તો ક્યારેક તેઓ અચાનક મકાન ખાલી કરવા માટે  કહી દે છે.

આવામાં ભાડુઆતોએ પરેશાન થવું પડે છે. ભાડુઆતો પરેશાન એટલા માટે થાય છે કારણ કે તેઓ પોતાના  હક જાણતા નથી.  ભાડુઆત અને મકાનમાલિક વચ્ચે અવારનવાર વિવાદ થતા રહે છે. બંને વચ્ચેના સમાધાન માટે કેન્દ્ર સરકારે 2021માં નવો કાયદો બનાવવાની મંજૂરી આપી હતી. આ નવા કાયદામાં ભાડુઆત અને મકાન માલિકના અધિકાર નક્કી કરવામાં આવ્યા છે.

1) મકાન માલિક બે મહિનાથી વધારે એડવાન્સ ભાડુ ન વસૂલી શકે.
2) કોમર્શિયલ વપરાશ માટે અપાતા મકાન માટે આ સીમારેખા 6 મહિના સુધીની નક્કી કરવામાં આવી છે. જમા કરેલી આ રકમ મકાન ખાલી કર્યાના 1 મહિનામાં મકાનમાલિકે સુપરત કરવાની હોય છે.
3) ભાડુ વધારવા માટે મકાન માલિકે નોટિસ આપવાની રહે છે, મકાનમાલિકે આ નોટિસ 3 મહિના પહેલા આપવાની રહે છે. બંને પક્ષો વાટાઘાટો કરીને ભાડાની રકમમાં વધારો કરી શકે છે. આ પ્રોસેસ પૂરી કર્યા પહેલા ભાડુ વધારવુ ગેરકાયદેસર માનવામાં આવે છે.
4) ભાડુ ન આપવા પર કેટલીક જગ્યાએ મકાનમાલિક, વીજળી-પાણીની લાઈન કાપી નાંખે છે. આવી હરકતને કોર્ટે ગેરકાયદેસર ગણાવી છે. વીજળી અને પાણી મૂળભૂત જરૂરિયાત હોવાનું જણાવ્યું.
5) ઘર ખાલી કરાવતા પહેલા મકાનમાલિકે એક મહિના પહેલા જાણ કરવાની હોય છે.

મકાન માલિકના આ છે હક-
1) ભાડા કરારમાં મૂકેલી શરતો સિવાયની શરતો લાગુ નથી પડતી
2) ભાડુઆત ઘરમાં ન હોય તો મકાનમાલિક તાળુ તોડીને ઘરમાં પ્રવેશ ન કરી શકે. ન તો તેના સામાનને બહાર ફેંકી શકે. પૂર્વ સૂચના આપ્યા વગર ઘરમાં પણ ન જઈ શકે.
3) ભાડુ આપવાની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ હોય અને ભાડુઆતે રૂપિયા ન આપ્યા હોય તો મકાનમાલિક રકમ પાછી મેળવવાનો હકદાર છે.
4) ભાડુ લેવું મકાનમાલિકનો અધિકાર છે, મકાન ગંદુ રાખવા બદલ મકાનમાલિક ભાડુઆતને લડી પણ શકે છે.
5) મહિના પહેલાંથી મકાન ખાલી કરવાની નોટિસ આપી હોવા છતાં જો ભાડુઆત ખાલી ન કરે તો એ ગુનો બને છે.

રેટ એગ્રીમેન્ટ જરૂરી-
મોડલ ભાડુઆત નિયમ 2021 અનુસાર, મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ હોવો અનિવાર્ય છે. તેમાં ભાડું કેટલું અને કેટલા સમય સુધીમાં આપવાનું રહેશે, એડવાન્સ ભાડુ સહિતની વિગતોનો કાયદેસર ઉલ્લેખ કરવામાં આવે છે. રેન્ટ એગ્રીમેન્ટ સમયાંતરે રિન્યૂ કરવાનો રહે છે.

તમે પ્રોપર્ટી ખાલી કરાવવા માંગો છો..

તમને લાગે કે હવે મારે ભાડુઆતને મકાન કે દુકાન ખાલી કરાવવી છે તો તમે પ્રોપર્ટી ખાલી કરાવવા માંગો છો તે સમયે તમે સિટી સિવિલ કોર્ટમાં દાવો અથવા તો સ્મોલ કોઝ કોર્ટમાં અરજી કરી શકો છો. એ પછી એકથી દોઢ વર્ષનાં સમયગાળામાં એ વાતનું નિરાકરણ આવી શકે છે.  તમારી કોઈ પણ પ્રોપર્ટી ભાડે આપતા પહેલાં પોલીસ વેરીફીકેશન કરાવવું જરૂરી છે. આ સાથે ભાડા કરાર કરવો પણ જરૂરી છે. આ સાથે જ જો તમે કોઈ જગ્યા કે દુકાન ભાડે આપો છો તો ભાડા કરારમાં ક્યા વ્યવસાય માટે ભાડુઆતને જગ્યા ભાડે આપી તેનો પણ ઉલ્લેખ કરાવવો જોઈએ. આમ કરવાથી મકાન માલિક અને ભાડુઆત બંનેની સેફ્ટી રહે છે. કાયદાકીય રીતે તમે કાર્યવાહી કરી શકો છો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news