Tips: નોકરી કે વ્યવસાય કરતી મહિલાઓ માટે ગ્રુમીંગ કેમ છે મહત્વનું
એક અભ્યાસ મુજબ લોકો માત્ર દેખાવના આધારે જ સેકંડના ચોથા ભાગમાં વ્યક્તિની ક્ષમતા અને વિશ્વાસપાત્રતા અંગે અભિપ્રાય નક્કી કરે છે.
Trending Photos
સેલિબ્રીટીઝના પ્રભાવ, સામાજીક અસર અને વ્યવસાયિક જરૂરિયાત ઉપરાંત ગ્રાહકો માટે વિવિધ પ્રોડકટસની ઉપલબ્ધિના કારણે વ્યક્તિગત દેખાવને નિખારવા અંગે જાગૃતિ કૂદકે અને ભૂસકે વધતી જાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને મેસ્ચ્યુએટસ જનરલ હૉસ્પિટલે હાથ ધરેલા એક અભ્યાસ મુજબ લોકો માત્ર દેખાવના આધારે જ સેકંડના ચોથા ભાગમાં વ્યક્તિની ક્ષમતા અને વિશ્વાસપાત્રતા અંગે અભિપ્રાય નક્કી કરે છે. માતા, પત્ની, અને પ્રોફેશનલ સહિતની અનેક ભૂમિકાઓ વચ્ચે અથડાતી કામકાજી મહિલાઓ હંમેશાં પોતાના દેખાવને અસરકારક બનાવવા માટે આસાન ઉપાયની શોધમાં હોય છે.
ગ્રુમીંગનો અર્થ મુખ્યત્વે દેખાવમાં મહત્તમ સુધારો કરવો એવો થાય છે, પણ જ્યારે તેને એડવાન્સ્ડ હેર સ્ટુડિયોના વ્યક્તિલક્ષી માર્ગદર્શન સાથે જોડવામાં આવે છે ત્યારે નિયમિત જાળવણીની પ્રક્રિયાની દોડધામ ઘટે છે. અહીં એડવાન્સ્ડ હેર સ્ટુડિયોએ દરેક વ્યવસ્થામાં પરફેક્ટ દેખાવ કેવી રીતે જાળવવો તે માટેની કેટલીક ટીપ્સ અને ઉપાયો દર્શાવ્યા છે.
- મેક-અપ આછો રાખો
તમારો દેખાવ તમે શું અનુભવ કરો છો તે અને તમારૂ વ્યક્તિત્વ દેખાડે છે. હંમેશાં એવો મેક-અપ પસંદ કરો કે જે તમારા વ્યક્તિત્વને પૂરક બની રહેતો હોય. યોગ્ય સમતુલા જાળવવી તે ખૂબ જ મહત્વનુ છે. કામના સ્થળે સમતોલ રંગ પસંદગી આવશ્યક છે. અત્યંત મહત્વની બાબત એ છે કે હંમેશા વોટર પ્રુફ મસ્કરા અથવા કાજલ પસંદ કરો કે જેથી તે ફેલાય નહીં અને જો કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન હોય તો તમારી બેગમાં આછા પ્રકાશવાળો ટોન રાખો.
- ત્વચાની સંભાળ
અમારી સમજ છે કે કામકાજી માતાઓને સમયની મોટી સમસ્યા હોય છે. આથી અમે તેમને ઉપયોગમાં આસાન રહે તેવી ત્વચાની કાળજીનો કાર્યક્રમ સૂચવીએ છીએ. તમારી ત્વચાનો પ્રકાર કેવો છે તે જાણવા માટે નિષ્ણાતનું માર્ગદર્શન મેળવવું જોઈએ. આ ઉપરાંત પ્રોડક્ટસ પસંદ કરવામાં પણ કાળજી રાખવી જોઈએ, કારણકે ગ્રાહકો માટે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. રસાયણોનો ઉપયોગ થયો હોય તેવી પ્રોડક્ટના બદલે કુદરતી/ઓર્ગેનિક/ ઘરે બનાવેલી પ્રોડક્ટસનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ત્વચા અંદરથી ચમકી ઉઠે છે અને વધુ કાયમી ઉપાય પ્રાપ્ત થાય છે.
- સ્વચ્છતા
વ્યક્તિગત ગ્રૂમીંગ માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વની છે. હાથ અને પગના વધેલા લાંબા નખ, અધકચરી નેઈલ પોલિશ, એક બીજા સાથે બંધ ના બેસે તેવી હેર એસેસરીઝ વગેરે તમારા એકંદર દેખાવને વિપરીત અસર કરે છે. જો વ્યક્તિગત નિષ્ઠા અને વ્યવસાયિક જવાબદારીઓના કારણે કામકાજી માતાઓએ નિયમિતપણે સલૂનમાં જવાનું શક્ય ના બને ત્યારે તેમની સાથે બ્રશ, ટ્વીઝર, નેઈલ કટર વગેરે સાથે રાખવું જોઈએ.
- વાળની સંભાળ
વાળની સ્ટાઈલ સ્વચ્છ અને સંયમી હોવી જોઈએ. ચહેરા પર વાળ ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. મહિલાઓ વાળની કાળજી રાખતી હોય છે અને દિવસની શરૂઆતથી જ વાળની સંભાળ લેતી હોય છે, કારણકે તમારા દેખાવમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. પ્રોફેશનલ વસ્ત્રો પહેર્યા હોય ત્યારે હેર કટની સરળ સ્ટાઈલ જરૂરી બને છે.
* જાડા અથવા તો વિખરાયેલા અને પાતળા વાળ હોય તો એડવાન્સ હેર સ્ટુડિયોની એડવાન્સ લેસર થેરાપી પસંદ કરવી જોઈએ, જે તમારા વાળને જાડા બનાવીને તેને ટેક્સચર સુધારવામાં ઉત્તમ રીતે અસરકારક બની રહે છે.
* જો તમને લાંબા અને વધુ જથ્થો વાળ રાખવાની ઈચ્છા હોય તો તમારે એડવાન્સ હેર સ્ટુડિયોનું ફ્લેશપોઈન્ટસ પસંદ કરવું જોઈએ. તે તમારા નિર્જીવ વાળમાં કલાકોમાં જ પરિવર્તન લાવશે અને તમે હંમેશા ઈચ્છો તેવો દેખાવ પ્રાપ્ત થશે.
- સુંદર સુગંધનો ઉપયોગ કરો
તમારી ઓળખ કેવી ઉભી થાય છે તેમાં તમે કેવું પર્ફ્યુમ વાપરો છો તે મહત્વનો ભાગ ભજવે છે. જે લોકો ખૂબ જ તીવ્ર સુગંધવાળુ પર્ફ્યુમ વાપરતા હોય તે લોકો આનંદદાયકના બદલે આક્રમક જણાય છે. અમે ભારતના હવામાનને આધારે પર્ફ્યુમ/ડીઓડ્રન્ટ વાપરવાનું સૂચવીએ છીએ. જ્યારે ગરમી ડગલાં માંડી રહી છે ત્યારે અમે તમને હળવી સુગંધ ધરાવતું પરફયુમ વાપરવાનો આગ્રહ રાખીએ છીએ, પરંતુ એ બાબતનું ધ્યાન રાખો કે તમે જે પરફયુમનો ઉપયોગ કરો છો તેના કારણે તમારી ત્વચા અને વાળની કુદરતી ચમક ગૂમાવવી પડે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે