તમારી મહિલા પાર્ટનરને સંતોષ થયો છે કે નહીં તે કેવી રીતે જાણશો?

પાર્ટનર ખુશ છે કે નહીં તે જાણવા માટે તમારા તેના વ્યવહારિક સંકેતોને સમજવા પડશે. મોટાભાગના કિસ્સામાં જોવા મળ્યું છે કે, મહિલાઓ પોતાની સેક્સ્યુઅલ લાઈફથી સંતુષ્ટ ન હોવા છતાં પણ પોતાના પાર્ટનર સાથે આ વાત શેર કરી શકતી નથી. 
 

તમારી મહિલા પાર્ટનરને સંતોષ થયો છે કે નહીં તે કેવી રીતે જાણશો?

નવી દિલ્હીઃ દરેક પુરુષની એક ઈચ્છા હોય છે કે તે પોતાના પાર્ટનરને ખુશ રાખે અને સંતુષ્ટ કરે. ફિઝિકલ રિલેશનશીપમાં પોતાના સમય અંગે હંમેશાં પુરુષો ચિંતા કરતા હોય છે. બેડરૂમમાં તેમણે પોતાના પાર્ટનર સાથે કેટલો સમય પસાર કર્યો આ બાબતે પુરુષો સતત ચિંતિત રહેતા હોય છે. ફોરપ્લેમાં કેટલો સમય લીધો, પાર્ટનર ખુશ થઈ હશે કે નહીં જેવી ચિંતાઓ પુરુષોને હંમેશાં સતાવતી રહેતી હોય છે.

પાર્ટનર ખુશ છે કે નહીં તે જાણવા માટે તમારા તેના વ્યવહારિક સંકેતોને સમજવા પડશે. મોટાભાગના કિસ્સામાં જોવા મળ્યું છે કે, મહિલાઓ પોતાની સેક્સ્યુઅલ લાઈફથી સંતુષ્ટ ન હોવા છતાં પણ પોતાના પાર્ટનર સાથે આ વાત શેર કરી શકતી નથી. આવી સ્થિતિમાં પુરુષ પાર્ટનરની જવાબદારી વધી જાય છે. 

સેક્સ્યુઅલ લાઈફ સારી હોવી કે ન હોવી, બંને સ્થિતિની અસર પાર્ટનર્સ વચ્ચે બોન્ડિંગ પર પડે છે. સાથે જ તેની અસર મેન્ટલ હેલ્થ પર પણ થાય છે. મહિલાઓની વાત કરીએ તો તેમને તણાવ, ચિંતા, ડિપ્રેશન, મેદસ્વીતા કે થાઈરોઈડ જેવી સમસ્યા પણ થઈ શકે છે. જો મહિલાઓને આ પ્રકારની સમસ્યા હોય તો આગળ જતાં ગર્ભધારણ કરવામાં પણ તેને મુશ્કેલી પડી શકે છે. 

આથી, પુરુષે મહિલાના દરેક વ્યવહારને પણ સમજવો જોઈએ. કેટલીક વખત મહિલાને જ્યારે શારીરિક સંતુષ્ટિ ન મળી હોય ત્યારે તેનો સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે અથવા તો બીજી વખત શારીરિક સંબંધ બાંધવામાં આનાકાની કરતી હોય છે. એવા સમયે પુરુષોએ પાર્ટનર પર દબાણ બનાવવાના બદલે તેની સાથે બેસીને મુળ સમસ્યા જાણવી જોઈએ અને તેને દુર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news