Homemade Scrub: રસોડાની 2 વસ્તુના ઉપયોગથી બનાવો નેચરલ સ્ક્રબ, 5 મિનિટમાં ડેડ સ્કિન થશે દુર અને ખીલી જશે ચહેરો

Homemade Scrub: સ્કિન સેન્સિટીવ હોય તો કેટલાક બ્યુટી પ્રોડક્ટ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે. આવું સૌથી વધારે સ્ક્રબ સાથે થાય છે જ્યારે માર્કેટમાંથી આપણે સ્ક્રબ ખરીદીએ છીએ અને ચહેરા પરથી ડેડ સ્કિન દૂર કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ તો ઘણી વખત ચહેરા રેશિશ પણ પડી જાય છે.

Homemade Scrub: રસોડાની 2 વસ્તુના ઉપયોગથી બનાવો નેચરલ સ્ક્રબ, 5 મિનિટમાં ડેડ સ્કિન થશે દુર અને ખીલી જશે ચહેરો

Homemade Scrub: સ્કિન કેર માટે અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો સ્કિન સેન્સિટીવ હોય તો કેટલાક બ્યુટી પ્રોડક્ટ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે. આવું સૌથી વધારે સ્ક્રબ સાથે થાય છે જ્યારે માર્કેટમાંથી આપણે સ્ક્રબ ખરીદીએ છીએ અને ચહેરા પરથી ડેડ સ્કિન દૂર કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ તો ઘણી વખત ચહેરા રેશિશ પણ પડી જાય છે. તેથી સ્ક્રબની પસંદગી કરવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે ત્વચાને નુકસાન ઝડપથી કરે છે. જોકે તમારી ત્વચા સેન્સિટીવ હોય અથવા તો તમારે ઘરે બનેલા સ્ક્રબનો ઉપયોગ કરવો હોય તો તમે ઓટ્સ અને મધની મદદથી ઘરે જ સ્ક્રબ બનાવી શકો છો.

આજે તમને જણાવીએ કે તમે ઘરે કેવી રીતે બે જ વસ્તુનો ઉપયોગ કરીને સ્ક્રબ બનાવી શકો. આ સ્ક્રબ તમારા ચહેરા પરથી ડેડ સ્કિનને રિમૂવ કરશે અને સાથે જ ઇન્સ્ટન્ટ ગ્લો દેશે. તો ચાલો તમને જણાવીએ ઘરે સ્ક્રબ કેવી રીતે બનાવવું.

મધ અને ઓટ્સના ફાયદા

મધ અને ઓટ્સ બંને સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. ઓટ્સ ચહેરા પરથી ગંદકીને દૂર કરે છે અને એક્સેસ ઓઇલને દૂર કરે છે સાથે જ ચહેરા પર મધ જરૂરી મોઈશ્ચર જાળવી રાખે છે. આ બંને વસ્તુનો એકસાથે ઉપયોગ કરવાથી ચહેરા પરથી ડેડ સ્કીન દૂર થાય છે અને સાથે જ ત્વચાને મોઈશ્ચર પણ મળે છે. 

ઘરે કેવી રીતે બનાવવું સ્ક્રબ ? 

સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી ઓટ્સનો પાવડર અને બે ચમચી મધ મિક્સ કરો. હવે આ બંને વસ્તુને ત્રણથી ચાર મિનિટ સુધી સારી રીતે હલાવો અને મિક્સ કરો પછી તેને ચહેરા પર લગાડો. પાંચ મિનિટ માટે તેને ચહેરા પર રહેવા દો અને પછી પાંચ મિનિટ સુધી સ્ક્રબ કરી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. આ સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરશો તો તમારી ત્વચા પર ગ્લો દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news