Beauty Tips: શિયાળામાં નહીં ફાટે હોઠ, એડી અને સ્કીન, અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય
Beauty Tips: આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યા વધી જાય છે. શિયાળામાં પગની એડી અને હોઠ ફાટવાની અને સ્કીન ડ્રાય થવાની સમસ્યા વધી જાય છે. ખાસ કરીને હોઠ અને એડી ફાટવાની સમસ્યા દરેક વ્યક્તિને સતાવે છે. શિયાળામાં થતી આ સમસ્યાને દૂર કરવા માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેની અસર પણ લાંબો સમય ટકતી નથી.
Trending Photos
Beauty Tips: ધીરે ધીરે વાતાવરણમાં ફેરફાર થવા લાગ્યો છે અને ગુલાબી ઠંડી શરૂ થઈ ચૂકી છે. થોડા છે દિવસોમાં કડકડતી ઠંડી લોકોને ધ્રુજાવા લાગશે. આમ તો શિયાળો સ્વાસ્થ્ય બનાવવાની દ્રષ્ટિએ ઉત્તમ સમય છે પરંતુ આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યા વધી જાય છે. શિયાળામાં પગની એડી અને હોઠ ફાટવાની અને સ્કીન ડ્રાય થવાની સમસ્યા વધી જાય છે. ખાસ કરીને હોઠ અને એડી ફાટવાની સમસ્યા દરેક વ્યક્તિને સતાવે છે. શિયાળામાં થતી આ સમસ્યાને દૂર કરવા માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેની અસર પણ લાંબો સમય ટકતી નથી. પરંતુ જો તમે આ શિયાળામાં તમારા હોઠ, એડી અને ત્વચાને સોફ્ટ અને સુંદર બનાવવા ઈચ્છો છો તો તેના માટે કેટલીક ટિપ્સ આજે તમને જણાવીએ. આ ઘરેલુ નુસખા અજમાવવાથી શિયાળામાં તમારી ત્વચા ફાટશે નહીં અને હેલ્ધી રહેશે.
ફાટેલી એડી માટે ઉપાય
સૌથી પહેલા એક ટબમાં હુંફાળું ગરમ પાણી લો અને તેમાં સોલ્ટ, શેમ્પુ, એસેન્સિયલ ઓઇલ અને ગ્લિસરીન ઉમેરો. ત્યાર પછી આ પાણીમાં થોડી મિનિટ માટે પગને પલાળી રાખો. દસ મિનિટ પછી ફુટ સ્ક્રેપરની મદદથી એડી પર રહેલી ડેડ સ્કીનને દૂર કરી દો અને પગને સારી રીતે ધોઈ અને ફુટ ક્રીમ અથવા તો ઓલિવ ઓઇલ લગાડો. અત્યારથી આ રીતે એડીનું ધ્યાન રાખશો તો શિયાળામાં એડી ફાટશે નહીં.
હેલ્ધી સ્કીન માટે
શિયાળામાં સ્કીન હેલ્ધી રહે તે માટે નહાવા જાઓ તે પહેલા આ પેકનો ઉપયોગ કરવો. તેના માટે થોડો ચણાનો લોટ, દહીં, લીંબુ અને ઓલીવ ઓઇલ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને શરીર પર લગાડો અને પાંચ મિનિટ પછી હુંફાળા પાણીથી સ્નાન કરો. આમ કરવાથી શરીરની ત્વચા હેલ્ધી રહે છે.
ચહેરા પરના વાળ
ચહેરા પર જો વધારે પ્રમાણમાં વાળ હોય તો તે સુંદરતા પર ગ્રહણ લગાડે છે. ચહેરાના વાળથી મુક્તિ મેળવવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરીને 15 મિનિટ માટે ચહેરા પર લગાડો ત્યાર પછી હળવા હાથે મસાજ કરતા તેને દૂર કરો. શિયાળામાં નિયમિત આ ઉપાય કરશો તો ચહેરાના વાળથી મુક્તિ મળી જશે.
હોટ ફાટવાની સમસ્યા માટે
શિયાળામાં સૌથી વધારે સતાવે છે ફાટેલા હોઠ ની સમસ્યા. જો તમે શિયાળામાં તમારા હોઠને સોફ્ટ અને મુલાયમ રાખવા માંગો છો તો રાત્રે સુતા પહેલા હોઠ પર મલાઈ અથવા તો ઘી લગાડો. આ સિવાય બદામનો પાવડર, મધ, ખાંડનો પાવડર મિક્સ કરીને હોઠ પર થોડી મિનિટ માટે મસાજ કરો. હોઠ પરથી ડેડ સ્કીન નીકળી ગયા પછી તેના પર લિપ બામ લગાડો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે