Haunted Places: આ હાઈવે પરથી પસાર થતા રસ્તા નજીક દેખાય અજાણી સ્ત્રી તો ધ્યાન ન આપતા તેના પર, નહીં તો...

Haunted Places in Gujarat: અમદાવાદમાં અને અમદાવાદના આસપાસના શહેરોમાં એવી પણ ઘણી જગ્યાઓ છે જ્યાં સ્થાનિક લોકો દિવસે ફરકવાનું પણ ટાળે છે. આજે તમને અમદાવાદ શહેરની અને અમદાવાદ આસપાસ આવેલી આવી જ કેટલીક ભૂતિયા જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં દિવસે જવાનું પણ લોકો ટાળે છે. 

Haunted Places: આ હાઈવે પરથી પસાર થતા રસ્તા નજીક દેખાય અજાણી સ્ત્રી તો ધ્યાન ન આપતા તેના પર, નહીં તો...

Haunted Places in Gujarat: અમદાવાદ ગુજરાતનું સૌથી ફેમસ અને વિકસતું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલા અમદાવાદમાં ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. અમદાવાદ ફરવાના શોખીન, ખરીદીના શોખીન અને ખાણીપીણીના શોખીન માટે સ્વર્ગ સમાન જગ્યા છે. અમદાવાદમાં અને અમદાવાદની આસપાસના શહેરોમાં ઘણી બધી ફરવા લાયક જગ્યાઓ છે. જેની મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ જ સાથે જ અમદાવાદમાં અને અમદાવાદના આસપાસના શહેરોમાં એવી પણ ઘણી જગ્યાઓ છે જ્યાં સ્થાનિક લોકો દિવસે ફરકવાનું પણ ટાળે છે. 

આજે તમને અમદાવાદ શહેરની અને અમદાવાદ આસપાસ આવેલી આવી જ કેટલીક ભૂતિયા જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં દિવસે જવાનું પણ લોકો ટાળે છે. અમદાવાદ શહેરમાં પણ કેટલીક ભૂતિયા જગ્યાઓ આવેલી છે જેને લઇને સ્થાનિકોમાં અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ કઈ કઈ છે આ જગ્યાઓ. 

સિગ્નેચર ફાર્મ

આ જગ્યા પર પગ મુકવા માટે છપ્પનની છાતીની જરૂર પડે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જગ્યા પર વિચિત્ર ઘટનાઓ બને છે જે અસામાન્ય હોય છે. આ જગ્યા ત્યારે પ્રખ્યાત થઈ જ્યારે કેટલાક યુવકોનું ગ્રુપ સાંજના સમયે અહીં પહોંચ્યું હતું. માનવામાં આવે છે કે કોઈ અદૃશ્ય શક્તિએ આ યુવકોને પોતાનો શિકાર બનાવી લીધા. ત્યાર પછી અહીં દિવસે પણ લોકો જવાથી ડરે છે. આસપાસના લોકોનું કહેવું છે કે સાંજના સમયે અહીંથી વિચિત્ર અવાજો આવે છે.

ભૂતિયા ઝાડ

ચાંદખેડામાં આ જગ્યા આવેલી છે. અહીં એક વર્ષો જૂનું ઝાડ છે જેમાં ભૂત હોવાનું લોકોનું માનવું છે. દિવસે અહીંથી હજારો વાહન પસાર થાય છે પરંતુ લોકોનું માનવું છે કે જો કોઈ વાહન કે કોઈ વ્યક્તિ રાતના સમયે ઝાડની નીચેથી કે આસપાસથી પસાર થાય છે તો તેના સપનામાં આ આત્મા આવવા લાગે છે અને તે વ્યક્તિ પાગલ થઈ જાય છે.

બગોદરા હાઈવે

જ્યારે પણ તમે રાજકોટથી અમદાવાદ જતા હોય તો આ હાઈવે પરથી પસાર થવું પડે છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર બગોદરા નજીક અવારનવાર વાહન દુર્ઘટના થતી હોય છે. લોકોનું કહેવું છે કે રાતના સમયે આ રોડની આસપાસ વિચિત્ર ઘટનાઓ બને છે અને અવાજ સંભળાય છે. આવા અવાજ વાહન ચાલકોના ધ્યાન ભટકાવે છે ત્યારે દુર્ઘટના થાય છે. લોકોનું કહેવું એમ પણ છે કે આ હાઇવે પરથી પસાર થતા જો કોઈ મહિલા કે ભિખારી રોડ નજીક દેખાય તો તેના પર ધ્યાન ન આપવું.

અવધ મહેલ

રાજકોટ શહેરમાં અવધ મહેલ નામની એક જૂની જગ્યા છે. આ જગ્યા વિશે પણ માનવામાં આવે છે કે આ ભુતિયા બંગલો છે. આ મહેલ અંગે લોકોનું માનવું છે કે એક યુવતી સાથે ખોટું કામ કરી તેને મારીને અહીં દફન કરી દેવામાં આવી હતી ત્યારથી આ બંગલામાં રાતના સમયે યુવતીની આત્મ ભટકે છે. ઘણી વખત રાત્રે યુવતીની ચીસો સંભળાતી હોવાનો પણ ઘણા લોકોએ દાવો કર્યો છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news