ચોમાસામાં ગુજરાતના આ 5 સ્થળો પર જો ન જાય તો તે પાક્કા ગુજરાતી નહીં! Video જોઈને નક્કી કરો
Gujarat Monsoon Travel Destinations: અરબ સાગરના કિનારે આવેલું હોવાથી એક તો મોટો દરિયાકિનારો છે અને પાછા એવા એવા સ્થળો છે જ્યાં તમે જો ચોમાસામાં મુલાકાત ન લીધી તો સમજો ગણું બધું ગુમાવી દીધુ. ચોમાસામાં આ સ્થળો પર ફરવાની મજા જ કઈક અલગ હોય છે.
Trending Photos
દેશના પશ્ચિમમાં આવેલું ગુજરાત એક સુંદર અને ઐતિહાસિક રાજ્ય છે. અરબ સાગરના કિનારે આવેલું હોવાથી એક તો મોટો દરિયાકિનારો છે અને પાછા એવા એવા સ્થળો છે જ્યાં તમે જો ચોમાસામાં મુલાકાત ન લીધી તો સમજો ગણું બધું ગુમાવી દીધુ. ચોમાસામાં આ સ્થળો પર ફરવાની મજા જ કઈક અલગ હોય છે. ચોમાસું વિદાય લઈ લે તે પહેલા ફટાફટ બનાવી લેજો પ્રોગ્રામ. (વીડિયો- સાભાર ગુજરાત ટુરિઝમ ઈન્સ્ટાગ્રામ)
સાપુતારા
ચોમાસામાં જ્યાેર ગુજરાતની ફરવા જેવી જગ્યાઓની વાત કરીએ તો સૌથી પહેલા સાપુતારાનું નામ લેવું પડે. ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું આ સાપુતારા પ્રકૃતિની ગોદમાં વસેલું એક મનમોહક હિલ સ્ટેશન છે. સાપુતારામાં જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે કુદરત સૌળે કળાએ ખીલી હોય તેવું લાગે છે. ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ માટે તો આ જગ્યા જાણે સ્વર્ગ જેવી છે. સુરતથી આ જગ્યા લગભગ 150 કિમીના અંતરે છે.
ગિરનાર હિલ્સ
ગુજરાતની ધરતી પર સુંદર અને મનમોહક હિલ્સની જ્યારે પણ વાત થાય તો ગિરનાર હિલ્સનું નામ પણ અચૂક લેવાય છે. તે પોતાની સુંદરતાની સાથે સાથે ધાર્મિક કારણોસર પણ પ્રવાસીઓ વચ્ચે પ્રસિદ્ધ છે. જૂનાગઢ પાસે આવેલા ગિરનાર પર્વતને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગણવામાં આવે છે. અહીંનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને ખુબ આકર્ષે છે. ચોમાસામાં આ જગ્યાની સુંદરતા પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. ખાસ કરીને જ્યારે વરસાદમાં પહાડ પરથી પાણી પડે છે તે નજારો કમાલનો હોય છે.
ઉપરકોટ કિલ્લો
ઉપરકોટનો કિલ્લો ગુજરાતના જૂનાગઢની પૂર્વ બાજુઓ આવેલો છે. સરકારની જે મુખ્ય અને અતિ પૌરાણિક મિલકતો છે, તેમાં જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની ગણતરી થઈ રહી છે. ઉપરકોટનો કિલ્લોએ રક્ષિત સ્મારકની વ્યાખ્યામાં છે. અહીં પણ તમને ચોમાસાના સમયમાં ખુબ જ મજા પડી જાય તેવા દ્રશ્યો સર્જાય છે.
ડોન હિલ સ્ટેશન
ડાંગ જિલ્લામાં જ સાપુતારાની નજીક ડોન હિલ સ્ટેશન આવેલું છે. ડાંગના મુખ્ય શહેર આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. સહ્રાદ્રીની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંક, નદી, ઝરણા જેવું બધુ જ ધરાવે છે જેને જોઈને ટાઢક થઈ જાય છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે. ચોમાસામાં આ હિલ સ્ટેશન પર જઈને કુદરતી સૌંદર્ય માણવાની મજા જ કઈક અલગ છે.
પોલો ફોરેસ્ટ
અમદાવાદ માટે સૌથી નજીકનુ હોટ ફેવરિટ ફરવાનુ સ્થળ એટલે પોળોનુ જંગલ. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ પોળો ફોરેસ્ટમાં ઉપડી જતા હોય છે. શનિવાર અને રવિવાર આવે એટલે અમદાવાદની અડધી વસતી અહી આવી જાય છે. તેમાં પણ ચોમાસામાં પોળાનો જંગલનો નજારો કાશ્મીર જેવો બની જાય છે. અમદાવાદ માટે સૌથી નજીકનુ હોટ ફેવરિટ ફરવાનુ સ્થળ એટલે પોળોનુ જંગલ. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ પોળો ફોરેસ્ટમાં ઉપડી જતા હોય છે. શનિવાર અને રવિવાર આવે એટલે અમદાવાદની અડધી વસતી અહી આવી જાય છે. તેમાં પણ ચોમાસામાં પોળાનો જંગલનો નજારો કાશ્મીર જેવો બની જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે