હીરો અસલી છેકે નકલી કઈ રીતે પડે ખબર? છેતરાવું ના હોય તો જાણી લો આ સરળ ટ્રિક

તમે હીરાને લાઇટર વડે 30 સેકન્ડ માટે ગરમ કરો અને પછી તેને સીધા જ ઠંડા પાણીના ગ્લાસમાં નાંખો. જો તે તૂટી જાય, તો તેનો અર્થ એ કે તે નકલી છે. વાસ્તવિક હીરા ખૂબ જ મજબૂત હોય છે અને તેને કંઈ થશે નહીં.

હીરો અસલી છેકે નકલી કઈ રીતે પડે ખબર? છેતરાવું ના હોય તો જાણી લો આ સરળ ટ્રિક

નવી દિલ્હીઃ સોનું તો તમે ઓળખી શકશો પણ તમે હીરો અસલી છે કે નકલી કઈ રીતે ઓળખશો, આ રહી સરળ ટિપ્સ ક્યારેય નહીં છેતરાઓ... જો તમે હીરા પહેરવાના શોખીન છો, તો તમારે ખરીદી કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે અસલી-નકલી હીરાને કેવી રીતે ઓળખી શકો છો. જ્વેલર્સનું કહેવું છે કે ડાયમંડ જ્વેલરી ખરીદતી વખતે 4C એટલે કે કટ, ક્લેરિટી, કેરેટ, કલરનું ધ્યાન રાખો અને ઓથેન્ટિસિટી સર્ટિફિકેટ ચેક કરવું આવશ્યક છે. આ પ્રમાણપત્ર પર સ્ટેમ્પ અને સહી હોવી આવશ્યક છે. IIG અને GIA પ્રમાણપત્રો મહત્વપૂર્ણ છે. બિલ વગર ક્યારેય જ્વેલરી ન લો.

તમે ડાયમંડની વિશ્વસનીયતા ચકાસી શકો છો. તેનો ટેસ્ટ IIG, GIA અથવા સરકારી લેબમાં શક્ય છે. ઓનલાઈન જ્વેલરી ખરીદતી વખતે પ્રમાણપત્ર અને કિંમત પર પણ ધ્યાન આપો. આ ઉપરાંત, તમે જેમ ક્યારેક ચશ્મા સાફ કરવા માટે મોંઢામાંથી વરાળ બહાર કાઢો છો એ જ રીતે મોઢામાંથી ભાપ બહાર કાઢો અને હીરા પર આ વરાળ જામી રહે તો એ નકલી છે પણ વરાળ ઉડીને મિશ્રણમાં ફેરવાઈ જાય તો આ અસલી છે. 

જો તમને હીરાની આજુબાજુ જોતી વખતે મેઘધનુષ્ય જેવા જુદા જુદા રંગો દેખાય, તો હીરા વાસ્તવિક છે, પરંતુ જો કોઈ રંગ દેખાતો નથી અને માત્ર સફેદતા દેખાય છે, તો સમજો કે તમે નકલી પથ્થર પકડી રાખ્યો છે. હીરા એ પ્રકાશનું ખૂબ જ સારું પરાવર્તક છે, એટલે કે તે પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. હવે તમે એક અખબાર લો અને હીરાની આરપારથી વાંચવાની કોશિશ કરો, જો તમે પેપર વાંચી શકો તો હીરો નકલી છે અને જો તમને કંઈ દેખાતું નથી, તો તે એકદમ ઓરિજનલ છે.

તમે હીરાને લાઇટર વડે 30 સેકન્ડ માટે ગરમ કરો અને પછી તેને સીધા જ ઠંડા પાણીના ગ્લાસમાં નાંખો. જો તે તૂટી જાય, તો તેનો અર્થ એ કે તે નકલી છે. વાસ્તવિક હીરા ખૂબ જ મજબૂત હોય છે અને તેને કંઈ થશે નહીં.

આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો...
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ
આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news