"વાળ ખૂબ ખરે છે.." આ સમસ્યાને કોઈપણ ઉપાય વિના દુર કરવી હોય તો આ 4 વસ્તુ ખાવાની કરી દો શરુઆત
Hair Fall Problem: લોકો પોતાના વાળ કાળ અને મજબૂત રહે તે માટે હજારો રુપિયા ખર્ચ કરવા પણ તૈયાર હોય છે પરંતુ માથામાં વાળ જ ન રહે તો ? "વાળ ખૂબ ખરે છે.." આ ફરિયાદ લગભગ દરેક વ્યક્તિની હોય છે. આજના સમયમાં અનિયમિત જીવનશૈલી, પ્રદૂષણ, સ્ટ્રેસ અને પોષણના અભાવના કારણે ખરતા વાળની સમસ્યા ઘરે ઘરે જોવા મળે છે. આ સમસ્યાને ખોરાક દ્વારા દુર કરી શકાય છે.
Trending Photos
Hair Fall Problem: "વાળ ખૂબ ખરે છે.." આ ફરિયાદ લગભગ દરેક વ્યક્તિની હોય છે. આજના સમયમાં અનિયમિત જીવનશૈલી, પ્રદૂષણ, સ્ટ્રેસ અને પોષણના અભાવના કારણે ખરતા વાળની સમસ્યા ઘરે ઘરે જોવા મળે છે. લોકો પોતાના વાળ કાળ અને મજબૂત રહે તે માટે હજારો રુપિયા ખર્ચ કરવા પણ તૈયાર હોય છે પરંતુ માથામાં વાળ જ ન રહે તો ? કારણ કે જો માથામાંથી વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો ધીરેધીરે ટાલ પણ પડવા લાગે છે. આવી સ્થિતિમાં દવા કરતાં ઝડપથી અસર ખોરાક કરી શકે છે.
જી હાં ખોરાકમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો ખરતાં વાળને અટકાવી શકાય છે. નિષ્ણાંતો અનુસાર ખરતાં વાળ પાછળ મુખ્ય કારણ જવાબદાર હોય છે બાયોટિનની ઉણપ. બાયોટિનની ઉણપના કારણે વાળ ખરવા લાગે છે અને ધીમે ધીમે ટાલ પડવા લાગે છે. તેનાથી બચવા માટે તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો જે શરીરમાં બાયોટિન વધારે છે. અને ખરતા વાળ અટકાવે છે.
આ પણ વાંચો:
ઈંડાની જરદી
ઈંડું સુપરફૂડ છે. તે પ્રોટીન, આયર્ન અને ફોસ્ફરસનો સ્ત્રોત છે. ઈંડાની જરદીમાં બાયોટિન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જો તમે એક બાફેલું ઈંડુ ખાશો તો તમને લગભગ 10 માઇક્રોગ્રામ બાયોટિન મળશે.
શક્કરિયા
શક્કરીયા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે. તેમાં વિટામીન, મિનરલ્સ, ફાઈબર અને કેરોટીનોઈડ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે બાયોટીનથી સમૃદ્ધ કંદમૂળ છે.
મશરૂમ
મશરૂમ પણ બાયોટિનથી સમૃદ્ધ હોય છે. જો તમે 120 ગ્રામ મશરૂમ ખાશો તો તમને 2.6 મિલિગ્રામ બાયોટિન મળે છે જે દૈનિક જરૂરિયાતના 10 ટકા છે. તમે મશરુમને શાકભાજી અથવા નૂડલ્સ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો.
એવોકાડો
એવોકાડો એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે જે ફોલેટ અને બાયોટિનથી ભરપૂર હોય છે. તમે તેને સલાડના રૂપમાં ખાઈ શકો છો. 200 ગ્રામ એવોકાડોમાં 1.85 મિલિગ્રામ બાયોટિન હોય છે જે દૈનિક જરૂરિયાતના 6 ટકા જેટલું હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે