Hair Fall:ખરતા વાળને કારણે માથામાં ટાલ પડી જાય તે પહેલા આ હેર માસ્કનો શરુ કરી દો ઉપયોગ
Hair Fall: ખરતા વાળને અટકાવવા માટે લોકો કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ ઘણી વખત તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન વધારે થાય છે. આ પ્રકારના પ્રોડક્ટની આડઅસરથી બચવું હોય અને ખરતા વાળને પણ અટકાવવા હોય તો તમે આ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.
Trending Photos
Hair Fall: ખરતા વાળની સમસ્યાથી લગભગ દરેક ઉંમરના લોકો પરેશાન હોય છે. જો નાની ઉંમરમાં જ વધારે પ્રમાણમાં વાળ ખરવા લાગે તો માથામાં ટાલ પડવાની શક્યતા પણ વધી જાય છે. ખરતા વાળને અટકાવવા માટે લોકો કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ ઘણી વખત તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન વધારે થાય છે. આ પ્રકારના પ્રોડક્ટની આડઅસરથી બચવું હોય અને ખરતા વાળને પણ અટકાવવા હોય તો તમે આ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો. આજે તમને મેથી અને ઈંડાથી બનતા એક હેર માસ્ક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.
મેથી વિટામિન સી, પ્રોટીન અને આયરનથી ભરપૂર હોય છે, જે વાળને મૂળથી મજબૂત કરે છે. તેનું હેર માસ્ક તમે અઠવાડિયામાં બે વખત લગાડશો તો ખરતા વાળની સમસ્યા દૂર થઈ જશે. આ એક હેર માસ્કનો ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકશે અને સાથે જ ડેન્ડ્રફ અને સફેદ વાળની સમસ્યા પણ દૂર થશે. સાથે જ તમારા વાળ મજબૂત અને શાઈની બનશે.
કેવી રીતે બનાવવું હેર માસ્ક
આ હેરમાસ્ક બનાવવા માટે બે મોટી ચમચી મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે એક મિક્સર જારમાં પલાળેલી મેથી લઈ તેની પેસ્ટ બનાવી લો. હવે મેથીની પેસ્ટમાં બે ઈંડાને મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાડો.
આ માસ્કને વાળના મૂળમાં સારી રીતે લગાડો અને પછી 30 મિનિટ સુધી રહેવા દો. 30 મિનિટ પછી વાળને સાફ પાણીથી ધોઈ લો. થોડા દિવસ સુધી તમે આ હેર માસ્કનો ઉપયોગ કરતા રહેશો એટલે તમે અનુભવશો કે વાળ ખરવાનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે અને વાળ મજબૂત થઈ રહ્યા છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે