ફરાળમાં સાબુદાણા વડાં ખાઈને કંટાળી ગયા હોય તો ટ્રાય કરો આ ફરાળી ટીક્કી
Farali Tikki Recipe: જે લોકો ખાવાના શોખીન હોય છે તેમને ઉપવાસમાં પણ કંઈક અલગ અને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે. તો ફટાફટ નોંધી લો વ્રત દરમિયાન ખાઈ શકાય તેવી ચટપટી ફરાળી ટિક્કીની રેસિપી.
Trending Photos
Farali Tikki Recipe: ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને આ સમય દરમિયાન ભક્તો પૂજા પાઠની સાથે ઉપવાસ પણ કરે છે. જે લોકો ખાવાના શોખીન હોય છે તેમને ઉપવાસમાં પણ કંઈક અલગ અને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ ઉપવાસ દરમિયાન કેટલીક જ વસ્તુ ખાઈ શકાતી હોવાથી વધારે ઓપ્શન હોતા નથી. તેવામાં આજે તમને ખૂબ જ સરળતાથી બનતી આલુ ટીક્કી વિશે જણાવીએ. આ આલુ ટીકી ચટપટી છે અને તમે તેને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. ઉપવાસ દરમિયાન જો કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ ફરાળી ટીક્કી બેસ્ટ ઓપ્શન છે.
આ પણ વાંચો:
ફરાળી ટીક્કી બનાવવાની સામગ્રી
સામો - 1 કપ
બાફેલા બટાકા - 2
સિંધવ મીઠું - સ્વાદ મુજબ
કાળા મરીનો ભૂકો - જરૂર અનુસાર
2 બારીક સમારેલા લીલા મરચા
લીલા ધાણા
શેકેલું જીરું પાવડર
તેલ
ફરાળી ટીક્કી બનાવવાની રીત
સૌથી પહેલા સામાને એક કલાક માટે પલાળી દેવો. સામો પલળી જાય પછી તેને કરકરો વાટી લેવો. ત્યાર પછી આ પેસ્ટમાં બાફેલા બટેટા ને મેશ કરીને ઉમેરો. તેને બરાબર મિક્સ કરી આ મિશ્રણમાં કાળા મરીનો પાવડર, કોથમીર, ઝીણા સમારેલા લીલા મરચા, સિંધવ નમક, જીરાનો પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ઢાંકી દસ મિનિટ માટે સેટ થવા દો. દસ મિનિટ પછી આ પેસ્ટની નાની નાની ટીક્કી બનાવી લો. હવે આ ટિક્કીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ટીક્કી તળાઈ જાય પછી તેને દહીં અથવા તો ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે