Challan Rules: અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવશો તો શું કપાશે તમારું ચલણ? ખાસ જાણો આ નિયમ
Challan Rules In India: શું તમને લાગે છે કે ટ્રાફિકના નિયમો વિશે તમને સારી જાણકારી છે? હકીકતમાં દરેક વ્યક્તિ માટે એવું શક્ય જ નથી કે તે બધા નિયમ વિસ્તૃત રીતે જાણતો હોય. આવામાં અનેકવાર લોકો ખોટી જાણકારીઓનો પણ ભોગ બનતા હોય છે. તેનાથી બચવાની સાચી રીત એ છે કે જ્યારે પણ કોઈ નવી જાણકારી તમારા સુધી પહોંચે તો તેને ક્રોસ ચેક કરો જેથી કરીને તે જાણકારીની સચ્ચાઈ તમને ખબર પડી શકે.
Trending Photos
Challan Rules In India: શું તમને લાગે છે કે ટ્રાફિકના નિયમો વિશે તમને સારી જાણકારી છે? હકીકતમાં દરેક વ્યક્તિ માટે એવું શક્ય જ નથી કે તે બધા નિયમ વિસ્તૃત રીતે જાણતો હોય. આવામાં અનેકવાર લોકો ખોટી જાણકારીઓનો પણ ભોગ બનતા હોય છે. તેનાથી બચવાની સાચી રીત એ છે કે જ્યારે પણ કોઈ નવી જાણકારી તમારા સુધી પહોંચે તો તેને ક્રોસ ચેક કરો જેથી કરીને તે જાણકારીની સચ્ચાઈ તમને ખબર પડી શકે. ટ્રાફિકના નિયમો અંગે ઈન્ટરનેટ પર અનેક ભ્રામક જાણકારીઓ છે જે લોકો વચ્ચે ભ્રમ પેદા કરે છે.
કેટલાક લોકોને એવું લાગે છે કે અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવવાંથી લોકોનું ચલણ કપાય છે એવો નિયમ છે. જ્યારે હકીકતમાં આવો કોઈ નિયમ નથી. હાલના મોટર વાહન એક્ટમાં અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવનારાઓ માટે ચલણ કાપવાની કોઈ જોગવાઈ અપાઈ નથી. તેની જાણકારી ખુબ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી તરફથી પણ અપાયેલી છે. તેમની ઓફિસે વર્ષ 2019માં એક ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી કે અડધી બાંયનું શર્ટ પહેરીને ગાડી ચલાવનારાઓનું ચલણ કપાતું નથી.
નિતિન ગડકરીની ઓફિસ તરફથી કરાયેલી આ ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે નવા મોટર વાહન એક્ટ (જે હજુ પણ લાગુ છે અને 2019માં લાવવામાં આવ્યો હતો)માં અડધી બાંયનું શર્ટ પહેરીને ગાડી ચલાવનારાના ચલણની કોઈ જોગવાઈ નથી. અત્રે જણાવવાનું કે ગરમી શરૂ થઈ ગઈ છે અને આવામાં અનેક લોકો અડધી બાંયનું શર્ટ કે ટિશર્ટ પહેરવાનું પસંદ કરે છે. આવામં જો કોઈ પણ તમને એમ કહે કે અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવશો તો ચલણ કપાશે તો તમે તેમને નિતિન ગડકરીની ઓફિસનું આ ટ્વીટ દેખાડી શકો છો.
अफवाहों से सावधान...!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019
આ બધુ તો ઠીક અમારું તમને એક સૂચન એ પણ છે કે રોડ પર મોટર વાહન લઈને નીકળો તો ટ્રાફિકના નિયમોનું જરૂર પાલન કરો. કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરો અને બાઈક ચલાવતી વખતે હેલમેટ પહેરો. આમ કરવાથી તમે તમારી સારી રીતે સુરક્ષા કરી શકશો. આ ઉપરાંત ઓવરસ્પિડિંગ ન કરો કારણ કે તે જોખમી બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે