ભૂલથી પણ ક્યારેય નીચે ન પડવા દો આ ચીજવસ્તુઓ, નહિ તો તમારું પતન નક્કી!
આપણી સાથે દિવસભર થનારી ઘટનાઓ શુભ-અશુભ સંકેતો આપે છે. એટલા માટે અમુક ચીજવસ્તુઓને ક્યારેય હાથમાંથી નીચે ન પડવા દેવી જોઈએ. જેમાં ખાસ કરીને સફેદ ચીજવસ્તુઓ. કેમ કે, સફેદ ચીજવસ્તુઓ હાથમાંથી નીચે પડે છે તો ઘરમાં લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે.
Trending Photos
નવી દિલ્હી: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધાર્મિક ગ્રંથોમાં રહેલા અનેક એવા તથ્ય છે જે દર્શાવે છે કે ચીજવસ્તુઓનું ઢળવું કે પડવું અશુભ માનવામાં આવે છે. તેની આપણા જીવન પર પણ ખરાબ અસર પડે છે. આ બધી વસ્તુઓ આપણા સ્વાથ્ય આપણી માનસિકતાની સાથે આપણા જીવનમાં પણ ઉંડી અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં અમુક એવી ચીજવસ્તુ વિશે જણાવવામાં આવ્યું છે જેને ક્યારેય હાથમાંથી ન પડવા દેવી નહીં તો જીવનમાં નકારાત્મક અસર પડે છે.
આપણી સાથે દિવસભર થનારી ઘટનાઓ શુભ-અશુભ સંકેતો આપે છે. એટલા માટે અમુક ચીજવસ્તુઓને ક્યારેય હાથમાંથી નીચે ન પડવા દેવી જોઈએ. જેમાં ખાસ કરીને સફેદ ચીજવસ્તુઓ. કેમ કે, સફેદ ચીજવસ્તુઓ હાથમાંથી નીચે પડે છે તો ઘરમાં લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે. એટલું જ નહીં પણ ગરીબી અને ધનની કમી પણ આવી શકે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું એવી સફેદ ચીજવસ્તુઓ વિશે જેને હાથમાંથી નીચે ન પડવા દેવી.
1. દૂધ
દૂધ ઢોળાવું સારું નથી માનવામાં આવતું. દૂધનું આપણી આર્થિક ઉન્નતિ અને આપણી સ્વાસ્થ્ય માટે આવશ્યક તત્વ છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં દૂધને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત છે. તેવામાં દૂધ ઢોળાવું ખરાબ માનવામાં આવે છે. કેમ કે, તેનાથી આર્થિક સ્થિતિ કમજોર થાય છે.
2. નમક (મીઠું)
મીઠાને એક વિશેષ વસ્તુના રૂપે ઉપયોગમાં લેવાય છે. ભોજનનો મહત્વનો ભાગ છે મીઠું. તો બીજી તરફ તેને ભાગ્ય સાથે પણ જોડવામાં આવ્યું છે. મીઠું જો હાથમાંથી વારંવાર પડે છે તો તે સારો સંકેત નથી. મીઠું પડવું અશુભ માનવામાં આવે છે. મીઠાની અંદર રહેલું તત્વ નકારાત્મક તત્વને સમાપ્ત કરવાનો ગુણ ધરાવે છે. જેના પ્રભાવથી સ્વાસ્થ્ય માનસિક સ્થિતિ પણ અનુકુળ રહે છે. શુક્ર અને ચંદ્ર ગ્રહને પણ મીઠા સાથે સંબંધ છે. આ ગ્રહોને કમજોર અને માનસિક અને આર્થિક બંને પક્ષે કમજોરી આપે છે.
3. સફેદ તલ
તલનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. આ એક પૌષ્ટિક પદાર્થ છે. તલ પણ જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ધાર્મિક બાબતોમાં તલનું વિશેષ મહત્વ છે. તલનો ઉપયોગ ભોગ સ્વરૂપે પણ ધરાવવામાં આવે છે. માટે તલ હાથમાંથી પડવા સારો સંકેત નથી.
4. નારિયેળ
શ્રીફળ એટલે કે નારિયેળ એક ખૂબ દજ ઉપયોગી ખાદ્ય વસ્તુ છે. સાથે જ તેનો ધાર્મિક દ્રષ્ટિકોણ પણ ખૂબ જ મજબૂત અને પ્રભાવશાળી છે. નારિયેળનો ઉપયોગ પૂજાપાઠમાં પણ બહુ છે.નારિયેળનો વિશેષ ઉપયોગ દુર્ગાને અર્પિત કરવામાં થાય છે. તે તંત્ર અને મંત્ર બંનેનો અભિન્ન ભાગ છે. તેવામાં નારિયેળનું પડવું અશુભ માનવામાં આવે છે. નારિયેળ જીવનની શુભતા અને સંપન્નતાનું પ્રતીક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે