Diabetes Sings On Skin: ડાર્ક સર્કલ્સ છે આ ખતરનાક બીમારીનું એક લક્ષણ, હળવાશમાં લેવાની ના કરતા ભૂલ
Diabetes Sings On Skin: મોટાભાગના લોકો ડાયાબિટિઝની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડાયાબિટિઝના દર્દીઓને તેમના ડાયટ, બ્લડ શુગર લેવલ અને વજન સહિત ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટિઝ થવાથી સ્વાસ્થ્ય સાથે સાથે ઘણી સ્કિન સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
Trending Photos
Diabetes Sings On Skin: ડાયાબિટિઝ થવા પર શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધવા લાગે છે. બ્લડ શુગર જરૂરિયાતથી વધારે ઘણું હાનિકારક સાબિત થઈ શકે છે કેમ કે, નસો દ્વારા જરૂરી પોષક તત્વો પહોંચાડતી નળીઓને નુકસાન પહોંચાડે છે. એવામાં જરૂરી છે કે તમે બ્લડ શુગર લેવલન કંટ્રોલ કરો. બ્લડ શુગર લેવલ વધવાથી શરીર ઉપરાંત સ્કિન પર પણ તેની અસર જોવા મળે છે. જેવા કે ડાર્ક સર્કલ, સ્કીન ઢીલી પડવી અને આંખમાં સોજા આવવા. આ તમામ વસ્તુ ઇશારો કરે છે કે તમારું બ્લડ શુગર લેવલ હાઈ છે.
જ્યારે ડાયાબિટિઝ મેનેજ કરવું ઘણું મુશ્કેલ થઈ જાય છે અને બ્લડ શુગર લેવલ જરૂરિયાતથી વધારે હાઈ થઈ જાય છે તો સ્કિનમાં ઘણા પ્રકારના ફેરફાર દેખાવવાના શરૂ થઈ જાય છે.
સ્કિનનું ડ્રાય થવું ડાયાબિટિઝનું એક સૌથી કોમન લક્ષણ છે. કેમ કે બ્લડ શુગર કોશિકાઓમાંથી ફ્લૂઇડને ખંચવાનું શરૂ કરી દે છે. એવામાં શરીર મોટા પ્રમાણમાં બનતા શુગરને બહાર કાઢવા માટે યુરિનનું ઉત્પાદન કરે છે. શુગરને શરીરની બહાર કાઢવા માટે પાણીની જરૂરિયાત હોય છે અને વધારે પાણી ના મળવાને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થવા લાગે છે. જેના કારણે સ્કિનમાં ઢીલાપણું અને આંખોમાં સોજા દેખાવવા લાગે છે.
ડાયાબિટિઝથી ગ્લોઇકેશન પ્રોસેસ ડેમેજ થવા લાગે છે. આ કારણે સ્કિનમાંથી ખેંચાવ ઓછો થવા લાગે છે અને આંખોની આસપાસ ડાર્ક સર્કલ જોવા મળે છે. ખેંચાવ ઓછું થવાથી સ્કિન ઘણી ઢીલી પડી જાય છે. સ્કિન પર જોવા મળતા ડાયાબિટિઝના અન્ય લક્ષણ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે