262 રૂપિયાથી તૂટી 11 પર આવ્યો આ શેર, રોકાણકારોને બનાવ્યા કંગાળ, હવે સતત લાગી રહી છે અપર સર્કિટ

રિલાયન્સ કેપિટલના લેન્ડર્સને આશા છે કે હિન્દુજા સમૂહ ચાલુ ક્વાર્ટર કે ડિસેમ્બર પહેલા નાદાર રિલાયન્સ કપિટલનું અધિગ્રહણ કરવા માટે ફંડ ભેગુ કરવામાં સક્ષમ હશે. 
 

262 રૂપિયાથી તૂટી 11 પર આવ્યો આ શેર, રોકાણકારોને બનાવ્યા કંગાળ, હવે સતત લાગી રહી છે અપર સર્કિટ

Reliance Capital share: અનિલ અંબાણીની નાદાર કંપની રિલાયન્સ કેપિટલની વેચાણ પ્રક્રિયા પોતાના અંતિમ તબક્કામાં છે. રિલાયન્સ કેપિટલના લેન્ડર્સને આશા છે કે હિંદુજા સમૂહ ચાલુ ક્વાર્ટર કે ડિસેમ્બર પહેલા નાદાર રિલાયન્સ કેપિટલના અધિગ્રહણ માટે ફન્ડિંગ ભેગુ કરવામાં સક્ષમ હશે. આ વચ્ચે રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ એકવાર ફરી શરૂ થઈ ગયું છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ બુધવારે રિલાયન્સ કેપિટલના શેર 5 ટકાની અપર સર્કિટની સાથે 11.94 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ કેપિટલના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. એક સપ્તાહમાં શેર બીએસઈના મુકાબલે 27 ટકા વધી ચુક્યો છે. હાલ કંપનીના શેરનો 52 વીક હાઈ 12.39 રૂપિયા છે. આ ભાવ 15 નવેમ્બર 2022ના હતો. છેલ્લા પાંચ વર્ષમાં આ શેર આશરે 96 ટકા તૂટી ચુક્યો છે. આ દરમિયાન તેની કિંમત 262 રૂપિયાથી તૂટી વર્તમાન પ્રાઇઝ સુધી આવી ગઈ છે. 

હિન્દુજા સમૂહનું ફંડ એકત્ર કરવા પર જોર
તમને જણાવી દઈએ કે હિન્દુજા સમૂહની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)રિલાયન્સ કેપિટલ માટે એકમાત્ર બોલીદાતાના રૂપમાં ઉભરી છે. હવે હિન્દુજા સમૂહ અધિગ્રહણને પૂરુ કરવા માટે ફંડ એકત્ર કરી રહ્યું છે. તે માટે હિન્દુજા સમૂહે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ અને રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના શેર ગીરવે મૂકવાની મંજૂરી આપવા માટે અપીલ કરવામાં આવી હતી. પરંતુ આ મંજૂરી નકારી દેવામાં આવી. ત્યારબાદ હિન્દુજા સમૂહ આંતરિક સ્ત્રોતો અને ખાનગી ક્રેડિટ કંપનીઓ પાસેથી પૈસા ભેગા કરવાની યોજના બનાવી રહ્યું છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે હિન્દુજા સમૂહ અન્ય સંસ્થાઓના શેર ગિરવે મૂકી પૈસા ભેગા કરવા પર વિચાર કરી શકે છે. 

જણાવી દઈએ કે, તેની લોનમાં ડિફોલ્ટ થયા બાદ, રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ નવેમ્બર 2021માં રિલાયન્સ કેપિટલને ડેટ રિઝોલ્યુશન માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ને મોકલી હતી. આ પછી બિડિંગ પ્રક્રિયા શરૂ થઈ. હિંદુજા ગ્રૂપ ઉપરાંત ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સ પણ રિલાયન્સ કેપિટલના ખરીદદારોમાં સામેલ હતી, પરંતુ હરાજીના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા બાદ કંપની પણ આ મામલે કોર્ટમાં ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news