સાવ સસ્તામાં ટૂર કરવાની ઈચ્છા છે? તો આટલી વાતો જાણી લો, મફતના ભાવમાં પડી જશે મોજ!
દરેક વ્યક્તિને હરવા-ફરવાનો શોખ હોય છે. પણ આજકાલ વધતી જતી મોંઘવારીમાં લોકો મન મારીને જીવતા હોય છે. પણ જો આજ મોંઘવારી વચ્ચે તમને સાવ સસ્તામાં હરવા-ફરવાની મજા માણવાની તક મળે તો શું કહેશો? જાણી લો તેના માટે શું કરવું
Trending Photos
નવી દિલ્લીઃ લોકો હંમેશા એવુ ઈચ્છતા હોય છે કે તેમની ટ્રીપમાં ઓછામાં ઓછા રૂપિયા ખર્ચ થાય અને તેમની ટ્રીપ સસ્તામાં પતે. જકો આ અસંભવ નથી. જો આપ કેટલીક વાતોનું ધ્યાન રાખો તો આપની ટ્રીપ સસ્તામાં ખતમ થશે. જો આપને ફરવાનો શોખ છે તો આપના માટે સસ્તામાં યાત્રા કરવી ઘણી મહત્વની રહેતી હોય છે. કારણ કે આપને એક નહીં, અનેક જગ્યાઓને એક્સપ્લોર કરવાની હોય છે. આ સિવાય લોકોને ફરવાનો પણ ઘણો શોખ હોય છે. પણ બજેટના કારણે ટૂર કેન્સલ કરવાનો વારો આવે છે. તેવામાં સસ્તામાં ટ્રાવેલ કરવુ ઘણુ અગત્યનું થઈ જાય છે. જોકે અગર કેટલીક વાતોનું ઘ્યાન રાખવામાં આવે અને બરાબર મેનેજ કરવામાં આવે તો કોઈ પણ સસ્તા બજેટમાં યાત્રા કરી શકો છો. ચાલો જાણીએ કેટલીક ટીપ્સ વિશે જેનાથી આપ સસ્તામાં ટ્રીપ કરી શક્શો.
સૌથી પહેલા પ્લાન બનાવો-
પ્લાન ખુબ મહત્વનો હોય છે. એટલે ટ્રિપની પહેલા એક બરાબર પ્લાન તૈયાર કરો. કારણ કે જો આપનો પ્લાન બરાબર હશે તો આપ સસ્તામાં ખુબ જ સારી રીતે યાત્રા કરી શક્શો. કેટલાક લોકો વગર કોઈ પ્લાને ટ્રિપ પર નીકળી જતા હોય છે. અને પછી ટૂરમાં ક્યારેક કેટલીક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એટલે સૌથી મહત્વનું છે પ્લાનિંગ.
આઉટ સીઝન યાત્રા કરો-
હંમેશા ફરવા માટે આઉટ સીઝન પસંદ કરો. કારણ કે ત્યારે આપ ઓછા બજેટમાં ફરી શક્શો. સ્કૂલમાં વેકેશન દરમિયાન ફરવા ના જાઓ કારણ કે તે સમયે અલગ અલગ કિંમતોમાં વધારો થઈ જાય છે. અને તમારા રૂપિયા પણ વધારે ખર્ચ થાય છે. આઉટ સીઝન યાત્રા કરવા પર કિંમતો ઓછી હોય છે એટલે ખાવા પીવા ખર્ચ પણ ઓછો થાય છે.
સ્થાનિક ખાવાનું પસંદ કરો-
જો આપ સસ્તામાં ફરવાનું પસંદ કરો છો તો આપ સ્થાનિય લોકો જે ખાવાનું ખાતા હોય છે તે ખાઓ. એના આપના રૂપિયા ઘણ બચશે.
ફ્લાઈટ કે ટ્રેનની ટિકિટ એડવાન્સમાં બુક કરો-
જો આપ ફ્લાઈટ કે ટ્રેનની ટિકિટ એડવાન્સમાં બુક કરો છો તો તેનાથી પણ રૂપિયા બચશે.
સસ્તી હોટલમાં રહો-
જો આપ ફરવા માટે જાઓ છો તો આપ હોટલ કે પછી ધર્મશાળામાં રહો. ટૂરમાં સૌથી વધુ રૂપિયા ખાવામાં અને રહેવામાં જાય છે. જો આપે આ મેનેજ કરી લીધુ તો આપની ટૂર ખુબ સસ્તામાં પૂરી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે