દુનિયાનું એકમાત્ર એવું મંદિર જેનો નથી પડતો પડછાયો, આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું રહસ્ય
Brihadeeswara Temple: આજે તમને તમિલનાડુના એક રહસ્યમય મંદિર વિશે જણાવ્યું. આમ તો તમિલનાડુમાં અનેક મંદિરો આવેલા છે. તમિલનાડુના સૌથી જૂના મંદિરોમાંથી એક બૃહદેશ્વર મંદિર પણ છે. આ મંદિર સાથે જોડાયેલા ઘણા બધા કારણ છે જેને જાણવા અને જોવા માટે અહીં એકવાર તો ફરવા જરૂર જવું જોઈએ.
Trending Photos
Brihadeeswara Temple: આજે તમને તમિલનાડુના એક રહસ્યમય મંદિર વિશે જણાવ્યું. આમ તો તમિલનાડુમાં અનેક મંદિરો આવેલા છે. તમિલનાડુના સૌથી જૂના મંદિરોમાંથી એક બૃહદેશ્વર મંદિર પણ છે. આ મંદિર તમિલનાડુના તંજોરમાં આવેલું છે. આ મંદિર સાથે જોડાયેલા ઘણા બધા કારણ છે જેને જાણવા અને જોવા માટે અહીં એકવાર તો ફરવા જરૂર જવું જોઈએ. આ મંદિર સાથે એક સૌથી મોટું રહસ્ય જોડાયેલું છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ રહસ્ય એવું છે જેને તમે આ મંદિરની મુલાકાત લેશો તો જ અનુભવી શકો છો.
આ પણ વાંચો:
બૃહદેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ ચોલ સમ્રાટ રાજરાજા પ્રથમના નિરીક્ષણમાં થયું હતું. આ મંદિર ચોલ રાજવંશની વાસ્તુકલાની ઉત્તમ પ્રતિભા દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં ઉન્નત એન્જિનિયરિંગ સાથે વાસ્તુકલા સહિત અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. જોકે આ મંદિરની એક વાત એવી છે જે રહસ્યમય છે અને તેના વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.
આ મંદિર એવું છે જેનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી. મંદિર સહિત કોઈ પણ નિર્માણ હોય તો તેનો પડછાયો દિવસના અમુક ભાગમાં તો પડે જ છે. પરંતુ ભર બપોરે જ્યારે સૂર્યનો તાપ ધોમધખતો હોય ત્યારે પણ આ મંદિરનો પડછાયો જમીન પર નથી પડતો. વૈજ્ઞાનિકો માટે પણ આ રહસ્ય હજુ સુધી રહસ્ય જ છે.
આશ્ચર્યજનક વાત એ છે કે આ મંદિર દુનિયાના સૌથી ઊંચા મંદિરોમાંથી એક છે તેમ છતાં બપોરના સમયે જમીન ઉપર તેનો પડછાયો નથી પડતો. આ મંદિરની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે તેનો પડછાયો ન પડે. આ મંદિર વિશે લોક માન્યતા એવી છે કે જ્યારે મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું ત્યારે રાજાએ વાસ્તુકારને પૂછ્યું હતું કે ક્યારેય આ મંદિર પડશે તો નહીં ને? આ પ્રશ્નના જવાબમાં વાસ્તુ કાર્ય કહ્યું હતું કે રાજા ઉપર મંદિર તો ઠીક મંદિરનો પડછાયો પણ નહીં પડે...
આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. દક્ષિણ ભારતમાં આવેલા અન્ય પ્રમુખ મંદિરોની જેમ અહીં પાર્વતી નંદી ગણેશ અને ભગવાન કાર્તિકેયની પણ સ્થાપના કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે