Bhangarh Fort: ભૂતોનો ગઢ છે આ જગ્યા, દિવસે અંદર જનારને પણ થાય છે ભૂતના અનુભવ, સાંજ પછી ગયા તો મર્યા સમજો

Bhangarh Fort: આ કિલ્લાનું નિર્માણ 17મી સદીમાં થયું હતું. આ કિલ્લો શાંત વાતાવરણ, સુંદરતા અને વાસ્તુકલાના કારણે પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર છે. સાથે જ આ કિલ્લો પેરાનોર્મલ એક્ટિવિટી માટે પણ પ્રખ્યાત છે. 

Bhangarh Fort: ભૂતોનો ગઢ છે આ જગ્યા, દિવસે અંદર જનારને પણ થાય છે ભૂતના અનુભવ, સાંજ પછી ગયા તો મર્યા સમજો

Bhangarh Fort: રાજસ્થાન પોતાની સંસ્કૃતિ અને પરંપરાના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાજસ્થાન ફરવા માટે પહોંચે છે. રાજસ્થાનમાં પર્યટનના અનેક સ્થળ આવેલા છે. રાજસ્થાનની સંસ્કૃતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ સુંદર કિલ્લા અને મહેલ પણ આવેલા છે જેને જોવા વિદેશી પ્રવાસીઓ પણ દર વર્ષે ભારત આવે છે. રાજસ્થાનની આ જગ્યાઓ ભારતના સમૃદ્ધ ઇતિહાસના દર્શન પણ કરાવે છે. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય તેવી જગ્યાઓમાંથી એક ભાનગઢનો કિલ્લો પણ છે.

રાજસ્થાની ઐતિહાસિક ઇમારતોમાંથી એક ભાનગઢનો કિલ્લો અલગ અલગ કારણોથી પ્રખ્યાત છે. ભાનગઢ ના કિલ્લા સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા છે. આ કિલ્લા સાથે કેટલીક લોકવાયકા પણ જોડાયેલી છે જેમાંથી એક છે કે સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રવાસીને આ કિલ્લામાં પ્રવેશ કરવાની પરવાનગી નથી. આ કિલ્લાને ભુતિયા કિલ્લો પણ કહેવાય છે. 

ભાનગઢ કિલો જયપુર અને અલવર શહેરની વચ્ચે આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ 17મી સદીમાં થયું હતું. આ કિલ્લો શાંત વાતાવરણ, સુંદરતા અને વાસ્તુકલાના કારણે પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર છે. સાથે જ આ કિલ્લો પેરાનોર્મલ એક્ટિવિટી માટે પણ પ્રખ્યાત છે. 

ભાનગઢના કિલ્લાનું રહસ્ય

ભાનગઢના કિલ્લા વિશે એવું માનવામાં આવે છે કે જે જગ્યાએ આ કિલ્લાનું નિર્માણ કરવાનું હતું ત્યાં નજીક જ એક સાધુની જગ્યા પણ હતી જ્યાં તેનું ઘર હતું. જ્યારે આ જગ્યા પર કિલ્લો બનાવવાની શરૂઆત કરવાની હતી તો અનુમતિ આપવા માટે સાધુએ એક શરત રાખી હતી. સાધુએ કહ્યું હતું કે કિલ્લાની રચના એટલી ઊંચી ન હોવી જોઈએ કે તેના ઘર ઉપર તેનો પડછાયો પડે જો કિલ્લો ઊંચો હશે અને તેના ઘર પર પડછાયો પડશે તો તે જગ્યા નષ્ટ થઈ જશે. સાધુની આ ચેતવણીને અજબ સિંહે ધ્યાનમાં ન લીધી અને કિલ્લો ઊંચો બનાવ્યો. જેના કારણે સાધુના ઘર પર તેનો પડછાયો પડવા લાગ્યો અને તેના શ્રાપથી ભાનગઢ પણ નષ્ટ થઈ ગયું. 

ભાનગઢના કિલ્લામાં શું થાય છે રાત્રે ? 

લોકોનું એવું માનવું છે કે ભાનગઢના ઘરોની દિવાલ પાસે કાન લગાડીને સાંભળવામાં આવે તો વિચિત્ર અવાજ સંભળાય છે. સ્થાનીય લોકોનું એવું પણ કહેવું છે કે આજે પણ ભાનગઢના કિલ્લામાંથી કોઈ સ્ત્રીનો રડવાનો અને બંગડીઓ તોડવાનો અવાજ સંભળાય છે. દિવસના સમયે પણ કિલ્લામાં જતા કેટલાક લોકોનું કહેવું છે કે કિલ્લામાં જતી વખતે તેમને એવા અનુભવ થાય છે કે કોઈ સતત તેમની પાછળ આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news