Mirror Talk: આત્મવિશ્વાસ વધારવાનો બેસ્ટ રસ્તો છે મિરર ટોક ટેકનીક, વધી જશે કોન્ફિડન્સ
Mirror Talk: જો તમને જ તમારા પર વિશ્વાસ ન હોય તો પછી તમે લોકો વચ્ચે પોતાની જાતને કેવી રીતે પુરવાર કરી શકો? ઘણા લોકો એવા હોય છે જે કામમાં તો માહેર હોય પરંતુ કોન્ફિડન્સનો અભાવ હોવાથી તેઓ લોકોની વચ્ચે પોતાની આવડતને દેખાડી શકતા નથી. જ્યારે પણ લોકો વચ્ચે બોલવાનું થાય તો આવા લોકો ગભરાઈ જાય છે...
Trending Photos
Mirror Talk: કોન્ફિડન્સ પર્સનાલિટીને ડેવલપ કરવામાં કામ લાગે છે. કારકિર્દીમાં પણ સફળ થવું હોય અને આગળ વધવું હોય તો કોન્ફિડન્સ હોવો જરૂરી છે. જો તમને જ તમારા પર વિશ્વાસ ન હોય તો પછી તમે લોકો વચ્ચે પોતાની જાતને કેવી રીતે પુરવાર કરી શકો? ઘણા લોકો એવા હોય છે જે કામમાં તો માહેર હોય પરંતુ કોન્ફિડન્સનો અભાવ હોવાથી તેઓ લોકોની વચ્ચે પોતાની આવડતને દેખાડી શકતા નથી. જ્યારે પણ લોકો વચ્ચે બોલવાનું થાય તો આવા લોકો ગભરાઈ જાય છે. જે લોકોમાં કોન્ફિડન્સનો અભાવ હોય તેમના માટે મિરર ટોક ટેકનીક ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
મિરર ટોક એટલે કે અરીસામાં જોઈને પોતાની સાથે જ વાત કરવી. આ સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ આ રીત ખરેખર અસરદાર છે. મિરર ટોકની મદદથી તમે આત્મવિશ્વાસ વધારી શકો છો અને સાથે જ લોકોની વચ્ચે કેવી રીતે બોલવું તે પણ શીખી શકો છો. જો રોજ તમે થોડી મિનિટ પણ આ પ્રેક્ટિસ કરો છો તો થોડા દિવસોમાં તમને તેનો ફાયદો દેખાવા લાગશે.
મિરર ટોકથી થતા ફાયદા
આત્મવિશ્વાસ વધે છે
અરીસામાં પોતાની સાથે જ વાત કરવા માટે પણ આત્મવિશ્વાસની જરૂર પડે છે. જો તમે રોજ આ રીતે મિરર ટોક કરો છો તો તમારામાં કોન્ફિડન્સ ડેવલપ થવા લાગશે. જો તમે બહારના લોકો સામે બોલી શકતા નથી અને તમને બોલવામાં સંકોચ થાય છે તો રોજ તમારે 15-20 મિનિટ ટોકની પ્રેક્ટિસ કરવી જોઈએ.
ડર દૂર થાય છે
જે લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તેમને સોશિયલ કનેક્શન બનાવવામાં પણ ડરે છે. અજાણ્યા લોકોને પહેલીવાર મળીને તેની સાથે વાત શું કરવી તે પણ સમજાતું નથી. આ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં પણ મિરર ટોક મદદ કરી શકે છે. મિરર ટોકની પ્રેક્ટિસ કરશો ત્યારે તમે સારી રીતે સમજી શકશો કે કેવી રીતે વાત કરવી, કયા શબ્દોનો પ્રયોગ કરવો અને બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ.
આત્મસન્માન વધશે
મિરર ટોક પ્રેક્ટિસ થી આત્મસન્માન પણ વધે છે. આત્મસન્માન અને આત્મવિશ્વાસ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાની એક ખામીના કારણે પોતાને જ અન્ય કરતા ઓછા આંકવા લાગે છે. જેને એક પ્રકારની લઘુતાગ્રંથિ પણ કહી શકાય છે. આ પ્રકારની ગ્રંથિ મનમાં બંધાઈ જાય તો પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઇફમાં અસર કરે છે. જો તમે મિરર ટોક પ્રેક્ટિસ કરો છો તો તમારું આત્મસન્માન વધે છે અને સાથે જ સલ્ફ લવ પણ ડેવલપ થાય છે જેથી તમે પોતાને અન્યથી ઉતરતા આંકતા નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે