મોદી સરકારની આ યોજનામાં 300 યૂનિટ વિજળી મફત! ઘર દીઠ થશે 15000 ની આવક
PM Surya Ghar Mufat Bijali Yojana: PM સૂર્યઘર મફત વીજળી યોજનામાં એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 1 કરોડથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોને 300-300 યુનિટ મફત વીજળી મળશે.
Trending Photos
PM Surya Ghar Mufat Bijali Yojana: PM સૂર્ય ઘર મફત વિજળી યોજના વિશે તમે સાંભળ્યું છે? આ એક એવી યોજના છે જેનાથી નાના અને સામાન્ય માણસોના અંધકાર ભર્યા જીવનમાં અજવાળું થશે. આ યોજનાના લાભાર્થીઓનો આંકડો કરોડે પહોંચ્યો છે. જાણો આયોજનાનો લાભ લેવા માટે શું છે પ્રક્રિયા અને કઈ રીતે આપણે પણ લઈ શકીએ છીએ તેનો લાભ. જાણો વિગતવાર...
આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં રાજકીય પક્ષો દ્વારા વિવિધ લોભામણી જાહેરાતો કરવામાં આવતી હોય છે. ત્યારે એ જાહેરાતો પહેલાં સરકારની આ યોજના વિશે પણ જાણી લેજો. કારણકે, ઘણાં લોકોને નથી હોતી સરકારી યોજનાઓની ખબર. શું તમે જાણો છોકે, સરકારની આ યોજના થકી તમને મફતમાં વિજળી મળી શકે છે???
ક્યારે શરૂ કરાઈ હતી આ યોજના?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. આ યોજના હેઠળ રૂફ ટોપ સોલાર પેનલ લગાવનાર એક કરોડ પરિવારોને પણ વાર્ષિક 15 હજાર રૂપિયાની આવક મળશે. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ...
ઉલ્લેખનીય છેકે. પીએમ મોદીના ટ્વીટ બાદ દેશભરમાં થઈ રહી છે કેન્દ્ર સરકારની આ યોજનાની ચર્ચા. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300-300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15 હજારની વાર્ષિક આવક પણ થશે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોને 300-300 યુનિટ મફત વીજળી મળશે. ટ્વીટ દ્વારા ખુદ પીએમ મોદીએ આ જાહેરાત કરી હતી.
સોલાર પ્લાન્ટ સ્થાપવા શું કરવું પડશે?
સરકારે આ યોજના માટે રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું છે. તેને ઇન્સ્ટોલ કરવા માટે, તમે ગ્રાહક પોર્ટલની મુલાકાત લઈને અરજી કરી શકો છો. અહીં તમારે તમારો ગ્રાહક નંબર, નામ, સરનામું અને તમે કેટલી ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવા માંગો છો જેવી માહિતી ભરવાની રહેશે.
સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે કેટલો ખર્ચ થશે?
આ યોજનામાં, દરેક પરિવાર માટે 2 KW સુધીના સોલર પ્લાન્ટની કિંમતના 60% સબસિડીના રૂપમાં ખાતામાં આવશે. જ્યારે કોઈ વ્યક્તિ 3 KWનો પ્લાન્ટ સ્થાપવા માંગે છે, તો વધારાના 1 KW પ્લાન્ટ પર 40% સબસિડી મળશે. 3 KWનો પ્લાન્ટ સ્થાપવા માટે લગભગ 1.45 લાખ રૂપિયાનો ખર્ચ થશે. તેમાંથી સરકાર 78 હજાર રૂપિયાની સબસિડી આપશે. બાકીના રૂ. 67,000 માટે સરકારે સસ્તી બેંક લોનની વ્યવસ્થા કરી છે. બેંકો રેપો રેટ કરતાં માત્ર 0.5% વધુ વ્યાજ વસૂલી શકશે. ડિસ્કોમ કંપનીઓ આ વિગતોની ચકાસણી કરશે અને પ્રક્રિયાને આગળ વધારશે. ઘણા વિક્રેતાઓ પહેલેથી જ પોર્ટલ પર નોંધાયેલા છે જેઓ સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરે છે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ વિક્રેતા પસંદ કરી શકો છો. પેનલ્સ ઇન્સ્ટોલ થઈ ગયા પછી, ડિસ્કોમ નેટ મીટરિંગ ઇન્સ્ટોલ કરશે.
સોલાર પ્લાન્ટ લગાવ્યા પછી સબસિડી કેવી રીતે મળશે?
જ્યારે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ થશે અને ડિસ્કોમ નેટ મીટરિંગ ઇન્સ્ટોલ કરશે, ત્યારે તેના પુરાવા અને પ્રમાણપત્ર પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. આ પછી, સરકાર DBT હેઠળ સબસિડીની સંપૂર્ણ રકમ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરશે.
શું આ યોજનામાં 300 યુનિટ વીજળી મફતમાં મળશે?
1Kwનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4-5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં, જો તમે 3 Kwનો પ્લાન્ટ લગાવો છો, તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ. તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે