તમે પણ ચહેરા પર લગાડો છો લીંબુનો રસ ? તો જાણી લો તેનાથી ત્વચાને થતા નુકસાન વિશે પણ

Lemon Side Effects: જો ત્વચા પર લીંબુનો રસ ડાયરેક્ટ લગાડવામાં આવે તો તેનાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લીંબુમાં કુદરતી રીતે એવા ઘણા કમ્પાઉન્ડ હોય છે જે ત્વચાના સંપર્કમાં આવે તો તેનાથી નુકસાન થાય છે. જો તમે પણ જાણકારીના અભાવના કારણે લીંબુનો ઉપયોગ ડાયરેક્ટ સ્કીન પર કરતા હોય તો સૌથી પહેલા જાણી લો લીંબુનો ઉપયોગ ચહેરા પર કરવાથી કયા નુકસાન થઈ શકે છે.

તમે પણ ચહેરા પર લગાડો છો લીંબુનો રસ ? તો જાણી લો તેનાથી ત્વચાને થતા નુકસાન વિશે પણ

Lemon Side Effects: લીંબુ એવી વસ્તુ છે જેનો ઉપયોગ ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ થાય છે. લીંબુ ત્વચાને ખૂબ જ ફાયદો કરે છે પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી ત્વચા પર આડ અસર પણ થઈ શકે છે. ખાસ કરીને જો ત્વચા પર લીંબુનો રસ ડાયરેક્ટ લગાડવામાં આવે તો તેનાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લીંબુમાં કુદરતી રીતે એવા ઘણા કમ્પાઉન્ડ હોય છે જે ત્વચાના સંપર્કમાં આવે તો તેનાથી નુકસાન થાય છે. જો તમે પણ જાણકારીના અભાવના કારણે લીંબુનો ઉપયોગ ડાયરેક્ટ સ્કીન પર કરતા હોય તો સૌથી પહેલા જાણી લો લીંબુનો ઉપયોગ ચહેરા પર કરવાથી કયા નુકસાન થઈ શકે છે. 

બળતરા

લીંબુનો રસ વધારે એસિડિક હોય છે. તેનું પીએચ લગભગ 2 જેટલું હોય છે. જો તમે ડાયરેક્ટ સ્ક્રીન પર લીંબુનો રસ અપ્લાય કરો છો તો તેનાથી નેચરલ પીએચ બેલેન્સ બગડી શકે છે. ખાસ કરીને જે લોકોની સ્કિન સેન્સિટીવ હોય અથવા તો ડ્રાય હોય તેમને ચહેરા પર લીંબુ લગાડવાથી રેડનેસ બળતરા અને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો:

ડ્રાય સ્કીન

લીંબુનો રસ એસીડીક હોય છે જે સ્કીનમાંથી ઓઇલને દૂર કરે છે. જેના કારણે સ્કીન ડ્રાય થઈ જાય છે. તેથી જે લોકોની સ્કિન પહેલાથી જ ડ્રાય હોય તેઓ લીંબુનો ઉપયોગ કરે તો સ્કીન પર પોપડી બનવા લાગે છે. જે તમારા લુક ને ખરાબ કરી શકે છે.

સનબર્ન

લીંબુના રસમાં એવા ઘણા કમ્પાઉન્ડ હોય છે જે ત્વચાને વધારે સેન્સિટીવ બનાવે છે. લીંબુનો ઉપયોગ કર્યા પછી તડકામાં નીકળવાથી સનબર્ન ઝડપથી થઈ શકે છે.

લીંબુની આડ અસરને દૂર કરવાની ટીપ્સ

- જો તકેદારી રાખ્યા છતાં પણ લીંબુના કારણે સ્કીન પર આડઅસર થાય તો તેની સાઇડ ઇફેક્ટને દૂર કરવા માટે તમે આ ટીપ્સ અજમાવી શકો છો.

- જો લીંબુના રસના કારણે ત્વચા પર બળતરા કે રેડનેસ થવા લાગે તો તુરંત જ ગુલાબજળ અથવા તો મધ ચહેરા પર લગાડવું. 

આ પણ વાંચો:

- સ્કિન પર સીધું લીંબુ અપ્લાય કરતા પહેલા પેચ ટેસ્ટ કરી લો જેથી તમને ખ્યાલ આવે કે તમારી ત્વચાને લીંબુ સૂટ કરે છે કે નહીં. 

- લીંબુનો રસ ત્વચા પર લગાડીને થોડી મિનિટોમાં જ ચહેરો સાફ કરો તેને વધારે સમય સુધી ચહેરા પર ન રહેવા દો.

- જો ચહેરા પર લીંબુનો રસ લગાડ્યો હોય તો થોડા કલાકો સુધી તડકામાં નીકળવાનું ટાળો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news