Beauty Tips: ત્વચાને રાખવા માંગો છો ફ્રેશ, તો તુલસીનો આ રીતે કરો ઉપયોગ
ત્વચાની સંભાળ રાખવા માટે તુલસી ખૂબ ઉપયોગી છે. તુલસી ચહેરાની ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરે છે. અને ત્વચાને ઠંડક આપે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણે ચહેરાને ફ્રેશ અને સુંદર રાખવા માટે શું શું નથી કરતાં? કોસ્મેટિક પ્રોડક્ટ્સની સાથે અનેક ઘરેલું ઉપાયો અપનાવીએ છીએ કે જેનાથી ત્વચા સારી દેખાય. પણ ઘણી વખત આપણે સ્કીનને સુંદર રાખવા માટે બહુ મહેનત નથી કરવી પડતી. કેમ કે અમુક એવા સરળ ઉપાયો હોય છે કે જેને અપનાવવાથી ત્વચા ખીલી ઉઠે છે. ત્વચાને ફ્રેશ અને બેદાગ બનાવવા માટે અમુક ખાસ ટિપ્સ આજે અમે તમને જણાવીએ.
ત્વચાની સંભાળ રાખવા માટે તુલસી ખૂબ ઉપયોગી છે. તુલસી ચહેરાની ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરે છે. અને ત્વચાને ઠંડક આપે છે. જો તમારી સ્કીન ઓયલી છે તો તુલસીના પાનને સુકવીને તેનો પાવડર બનાવી લો અને પછી તેમાં લીમડાના પાવડરને સમાંતર માત્રામાં ભેળવો. આ સાથે થોડું મધ પણ તેમાં ભેળવો. હવે આ તૈયાર થયેલી પેસ્ટને સરસ રીતે ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.
1 ચમચી તુલસી પાવડર, અડધી ચમચી દહીં અને 1 ચમચી ચણાના લોટથી એક પેસ્ટ તૈયાર કરો. આ પેકને ચહેરા પર અને ડોક પર લગાવો. પેક સુકાયા બાદ ઠંડા પાણીથી મોં ધોઈ લો. પેકને ચહેરા પરથી સાફ કર્યા પછી મોઈશ્વરાઈઝરનો ઉપયોગ કરો. સોફ્ટ સ્કીન માટે આ પેક ખૂબ જ ફાયદાકારક છે.
1 ચમચી તુલસીના પાન, 1 ચમચી ચંદન પાઉડર અને ગુલાબજળના અમુક ટીપા નાખીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેકને ચહેર પર લગાવીને તેને સારી રીતે સૂકાવા દો. સુકાયા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ ઉપાયથી ચહેરા પરના તમામ દાગ-ધબ્બા દૂર થઈ જશે, અને ચહેર પર ગ્લો આવી જશે. તુલસીના 15-20 પાનને વાટીને તેમાં 3થી 4 દ્રાક્ષના રસને ભેળવો. આ ફેસ પેકને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવેલો રાખો. તે બાદ સામાન્ય ગરમ પાણીથી ચહેરાને સાફ કરો. આ ઉપાયને સપ્તાહમાં બેથી ત્રણ વખત અપનાવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે