આ આદતોના કારણે નાની ઉંમરમાં ચહેરા પર પડી જાય છે કરચલીઓ, 30 ની ઉંમરે પણ દેખાશો વૃદ્ધ
Skin Care: જો નાની ઉંમરમાં જ ચહેરો વૃદ્ધ જેવો દેખાવા લાગે તો તે ચિંતાનો વિષય બની જાય છે. ઘણા યુવાનો એવા હોય છે જેમની સાથે આવું થાય પણ છે કે તેઓ સમય પહેલા જ વૃદ્ધ જેવા દેખાવા લાગે છે. 30 વર્ષની ઉંમર હોય અને ત્વચા 50 વર્ષની હોય તેવી લાગે તો તેની પાછળ વ્યક્તિની કેટલીક આદતો જવાબદાર હોય છે.
Trending Photos
Skin Care: આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ઉંમર વધે તેમ છતાં વૃદ્ધત્વની અસર તેની ત્વચા પર ન દેખાય. વધતી ઉંમરની સાથે પણ કોઈને વૃદ્ધ દેખાવું પસંદ નથી તેવામાં જો નાની ઉંમરમાં જ ચહેરો વૃદ્ધ જેવો દેખાવા લાગે તો તે ચિંતાનો વિષય બની જાય છે. ઘણા યુવાનો એવા હોય છે જેમની સાથે આવું થાય પણ છે કે તેઓ સમય પહેલા જ વૃદ્ધ જેવા દેખાવા લાગે છે. 30 વર્ષની ઉંમર હોય અને ત્વચા 50 વર્ષની હોય તેવી લાગે તો તેની પાછળ વ્યક્તિની કેટલીક આદતો જવાબદાર હોય છે. આજે તમને આવી જ કેટલીક આદતો વિશે જણાવીએ જે વ્યક્તિને ઉંમર પહેલા જ વૃદ્ધ બનાવે છે. જો તમને પણ આમાંથી કોઈ આદત હોય તો તમે સમય રહેતા જ તેને બદલો.
ત્વચા માટે હાનિકારક છે આ આદતો
ખરાબ ખાનપાન
સ્કીનને હેલ્થી રાખવા માટે આહાર મુખ્ય હોય છે. તમે હેલ્ધી વસ્તુઓનું સેવન કરો છો તો ત્વચા પર તેની અસર સ્પષ્ટ પણે જોઈ શકાય છે તેવી જ રીતે જો તમે અનહેલ્ધી વસ્તુઓ ખાશો તો તમારી ત્વચા ઉંમર પહેલા જ વૃદ્ધ દેખાવા લાગશે. જો તમે ગ્લોઈંગ અને હેલ્ધી સ્કીન મેળવવા ઈચ્છો છો તો ડાયટમાં ફળ, લીલા શાકભાજીને નિયમિત રીતે સામેલ કરો. આ સિવાય ડાયટમાંથી ફેટી ફૂડ, કોફી અને વધારે પડતા સુગરી ડ્રિંક્સને દૂર રાખો.
બેઠાડું જીવન શૈલી
સતત બેસી રહેવાની જેમને આદત હોય તેમની ત્વચા પણ ઉંમર પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. જો તમે એક જ જગ્યાએ બેસીને કલાકો સુધી કામ કરો છો તો આ આદત તમારા સ્વાસ્થ્ય અને ત્વચા બંનેને નુકસાન કરી શકે છે. જે લોકોને સતત બેસી રહેવાની આદત હોય તેમની ત્વચા પર વૃદ્ધત્વ ની અસર ઝડપથી દેખાવા લાગે છે.
ઓછું પાણી પીવું
ઘણા લોકોને પાણી પીવાની આદત હોતી જ નથી તેઓ કલાકો સુધી પાણી પીતા નથી. જેની અસર ત્વચા પર સૌથી પહેલા દેખાય છે. જો તમે યોગ્ય માત્રામાં પાણી પીવો છો તો તેનાથી સ્કીન પણ હાઇડ્રેટ રહે છે. ઓછું પાણી પીતા હોય તે લોકોની સ્કીન ડલ અને બેજાન દેખાય છે. જો તમે સ્કિનને હેલ્ધી રાખવા માંગો છો તો ભરપૂર માત્રામાં પાણી પીવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે